કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 3 જૂન, 2012

રણવીર સેનાના બ્રહ્મેશ્વરની હત્યા અને મીડીયાબિહારમાં દલિતોને કચડી નાંખવા જમીનદારોએ બનાવેલી રણવીર સેનાના ઘાતકી, જંગલી, હત્યારા સ્થાપક બ્રહ્મેશ્વર સિંહાને જ્યારે બથાની ટોલા સહિતના નરસંહારોના આરોપો હેઠળ દેશનું ન્યાયતંત્ર સજા કરવામાં નિષ્ફળ ગયું ત્યારે તેની હત્યા કરવામાં આવી. આ હત્યા અંગે દિવ્ય ભાસ્કરમાં તા. 2 જૂન, 2012એ છપાયેલો અહેવાલ વાંચવા જેવો છે. હત્યારો બ્રહ્મેશ્વર જાણે દિવ્ય ભાસ્કરના માલિક અગ્રવાલનો જમાઈ હોય તેમ તેના માટે માનવાચક સંબોધન 'મુખીયાજી' વાપરવામાં આવ્યું છે. અને બ્રહ્મેશ્વરસિંહાની આગેવાની હેઠળ નક્સલવાદ સામે લડવા માટે રણવીર સેનાની સ્થાપના કરવામાં આવી હતી, તેવું જણાવવામાં આવ્યું છે. અહેવાલ જણાવે છે કે મુખીયાજીની હત્યાથી રોષે ભરાયેલા લોકોએ સરકારી કચેરીઓમાં તોડફોડ કરી. આ લોકો એટલે કોણ. આ લોકો એટલે રણવીર સેનાના સવર્ણ સમર્થકો, ગુંડાઓ, આતંકવાદીઓ. જો આવી કોઈ ઘટનામાં દલિતો કે મુસલમાનો સંડોવાયા હોય તો અહેવાલમાં 'લોકો' શબ્દ વાપરવાના બદલે 'દલિતોની ગુંડાગીરી' એવું લખવામાં આવ્યું હોત.