કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 27 એપ્રિલ, 2014

હરિજન શબ્દનો એફઆઇઆરમાં ઉપયોગ સામે વિરોધ













1982ની સાલથી "હરીજન" શબ્દપ્રયોગ કોઈપણ સરકારી દસ્તાવેજ કે કાગળ પર ના કરવા પર કેદ્ર સરકાર દ્વારા તાકીદ કરાઇ છે. સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ખાતાએ હરીજન શબ્દનો પ્રયોગ ના કરવા તમામ રાજયોને તાકીદ કરી છે. પરંતુ આજે ત્રીસ ત્રીસ વર્ષ થવા છતાંય સરકારી કાગળો પર અનુસુચિત જાતિ માટે "હરીજન" શબ્દનો પ્રયોગ કરાય છે. 

અનુસુચિત જાતિના લોકો માટે "હરીજન" શબ્દપ્રયોગ ના કરવા કેદ્ર સરકારે ત્રીસ વર્ષ અગાઉ તમામ રાજયોને તાકીદ કરી છે. છતાં રાજકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાતી FIRમાં "હરીજન" શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે સોશિયલ સંસ્થાએ રાજયના પોલીસ વડાને પણ ધ્યાન દોરતા પી.સી.ઠાકુરે આ અંગે ધ્યાન રાખવા બાહેંધરી આપી છે.  


કેદ્ર સરકારના સોશિયલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ ખાતાએ દસ ફેબ્રુઆરી 1982એ  "હરીજન" નો ઉપયોગ સરકારી કાગળોમાં ના કરવા તાકીદ કરી હતી. સોળ ઓગષ્ટ 1990માં પણ ફરીથી તાકીદ ઉપરાંત 2010ના વર્ષમાં લોકસભામાં નવમાં રીપોર્ટમાં પણ  "હરીજન" શબ્દપ્રયોગ ના કરવા ઠરાવ કરાયો છે. 

કેદ્ર સરકાર દ્વારા અનેકવાર તાકીદ કરાઇ છતાં આ બાબતે સરકારી ખાતાઓ દ્વારા ઉપલક્ષ્ય સેવાઇ રહ્યું છે. ડો. બાબાસાહેબ આંબેડકરને ચૂંટણી વખતે યાદ કરાય છે, તેમણે કરેલા પ્રયત્નો ફકત નામના જ રહી ગયા હોય તેવી પ્રતિતિ થાય છે.