કુલ પેજ વ્યૂ

લેબલ નગીનદાસ સંઘવી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નગીનદાસ સંઘવી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 1 માર્ચ, 2014

નગીનદાસ જેવા પત્રકારોને હાથે લકવો લાગી જાય તો આપણને કોઈ બૌદ્ધિક ખોટ પડે ખરી?


દિવ્ય ભાસ્કરમાં નગીનદાસ સંઘવી ભારતમાં મહિલાઓ પર થતા દુષ્કર્મોની વાત માંડતા એ બાબતે દુખ વ્યક્ત કરે છે કે નેતાઓની સલામતી પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. પછી આંધળા નગીનદાસને સમગ્ર દેશમાં એક જ નેતા દેખાય છે. માયાવતી. અને ગાંડો ગાંધીવાદી કહે છે કે માયાવતી જેવા નેતાઓની સુરક્ષા પાછળ શા માટે આટલો ખર્ચો થવો જોઇએ. અને કહે છે કે આ માયાવતી જેવા નેતાઓ મરી જાય તો દેશને શું નુકસાન થવાનું છે. 

અમે માયાવતીના ભક્ત નથી. મુદ્દો અહીં એટલો જ છે કે આજે દેશમાં સૌથી વધારે ખર્ચ અને એ પણ ભયાનક ખર્ચ કોઇની પણ સુરક્ષા પાછળ થતો હોય તો તે છે ગુજરાતનો ફેંકુ. જેણે દંગા રોકવાના બદલે દંગાઈઓએ પ્રોત્સાહન આપ્યું અને પરિણામે આજે એ જ્યાં જાય છે ત્યાં પ્રજાનો પરસેવાનો પૈસો તેની સુરક્ષામાં વપરાય છે. નગીનદાસે મોદીનો દાખલો આપવાને બદલે માયાવતીનો આપ્યો એ તેમનું જાતિવાદી માનસ સૂચવે છે. નગીનદાસ જેવા પત્રકારોને હાથે લકવો લાગી જાય તો આપણને કોઈ બૌદ્ધિક ખોટ પડે ખરી?

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

નગીનદાસ સંઘવીનું તડ અને ફડ એટલે માથા વિનાનું ધડ


તા. 12 ડીસેમ્બર, 2012એ "દિવ્ય ભાસ્કર"માં નગીનદાસ સંઘવી લખે છે, "ગુજરાતમાં 9-10 ટકા વસ્તી ધરાવનાર મુસલમાનોને ગુજરાતની વિધાનસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી અને તેમાં હિન્દુત્વ કે મોદીની જવાબદારી નથી. આજના ધોરણે ગણીએ તો વિધાનસભામાં 18-19 મુસલમાન ધારાસભ્યો હોય તો વિધાનસભાનાં અરીસામાં સમાજનું પ્રતિબિંબ પડ્યું ગણાય, પણ 1960 પછીની એકપણ વિધાનસભામાં મુસ્લિમોની  સંખ્યા પાંચથી વધી નથી અને ક્યારેક તો સમૂળી ગેરહાજરી પણ નોંધાઈ છે."

ગુજરાતના એક મૂર્ધન્ય, લબ્ધપ્રતિષ્ઠિત પત્રકાર નગીનદાસ સંઘવીના આવા આઘાતજનક, કોમવાદી વિચારો "તમારી મરજીના અખબાર" દ્વારા પીરસાઈ રહ્યા છે. સંઘવીને ગુજરાત વિધાનસભાના ઇતિહાસનું જ ભાન નથી. 1981માં માધવસિંહની સરકાર વખતે નવ ધારાસભ્યો મુસ્લિમ હતા. કેવા ગપ્પીદાસોની ગણતરી ગુજરાતના બુદ્ધિધનમાં થઈ રહી છે તેનો આ મોટો પુરાવો છે?  

નગીનદાસનો મોદી-પ્રેમ હવે અછાનો નથી, પરંતુ એમના પ્રેમમાં હવે જુઠ્ઠાણાની ભરમાર પણ ચાલી છે. તેઓ આગળ લખે છે, "નરેન્દ્ર મોદી પછાતવર્ગના પહેલા જ મુખ્યમંત્રી છે." સંઘવી માધવસિંહને પછાત ગણતા નથી. માધવસિંહ બારીયા કોમના, બક્ષી પંચના છે, જેના માટે સાર્થ કોશમાં"લૂંટારો" અર્થ આપવામાં આવ્યો હતો.

બુધવાર, 31 ઑક્ટોબર, 2012

રાજ્યના દલિતો ખરેખર કોની સાથે છે?



તા. 30-10-12ના 'દિવ્ય ભાસ્કર'ના પ્રથમ પાને ચૂંટણીનો ચક્રવ્યૂહ કોલમમાં નગીનદાસ સંઘવીનો લેખ છે, જેનું શીર્ષક છે, "રાજ્યના દલિતો ખરેખર કોની સાથે છે?" નગીનદાસ લખે છે, "દલિત-હરિજન છેલ્લે બંધારણીય શબ્દ વાપરીએ તો શેડ્યુલ્ડ કાસ્ટ્સ એકવચનમાં વપરાય છે, તેનાથી છેતરામણી છાપ ઉભી થાય છે, કારણ કે આ એકવચની શબ્દ અનેક જ્ઞાતિઓને આવરી લે છે. સવર્ણોમાં જ્ઞાતિઓ વચ્ચે ઉંચ-નીચના ભેદ છે, તેમ દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ અતિશય તીવ્ર રૂપે જોવા મળે છે."
 
નગીનદાસને મારે કહેવું છે કે, આવા શબ્દોથી સવર્ણો છેતરાતા નથી. તેઓ સમગ્ર અનુસૂચિત જાતિઓને એક જ સંજ્ઞાથી ઓળખે છે, જે '' અક્ષરથી શરૂ થાય છે. વળી, સવર્ણોમાં જ્ઞાતિઓ વચ્ચે ઉંચ-નીચના ભેદ છે, તેમ દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ અતિશય તીવ્ર રૂપે જોવા મળે છે, એવું કહેવાનો કોઈ મતલબ નથી. સવાલ એ છે કે બધા સવર્ણો મળીને દલિતો જોડે કેટલો જાતિભેદ રાખે છે. સવર્ણોમાં અંદરોઅંદર જાતિભેદ છે, પરંતુ દલિતોનો સવાલ આવે છે ત્યારે બધા એક થઈ જાય છે. વળી, આ સવર્ણ શબ્દ પણ છેતરામણો છે. વાણીયા-બામણ વચ્ચે અત્યંત સુમેળ છે અને તેઓ વાઘરી, ઠાકોર, રબારી જેવી જાતિઓ તરફ ભયાનક સુગ રાખે છે અને આ જાતિઓને મળતી અનામતો સામે એમને વાંધો છે, પરંતુ એમની સામે બોલી શકતા નથી એટલે એમને દલિતો સામે ઉશ્કેરે છે. દલિતોની વિવિધ જાતિઓ ગામની બહાર જ વસે છે અને શહેરોમાં તો તેમના મહોલ્લાઓ સદીઓથી એકબીજાની અડોઅડ છે. એટલે "દલિતોમાં પણ જ્ઞાતિ ભેદ તીવ્ર રૂપે જોવા મળે છે," એમ કહેવું એ હાડોહાડ જુઠ્ઠાણું છે. દલિતોમાં કહેવાતો જ્ઞાતિ ભેદ મજુર મહાજને, ચૂંટણીલક્ષી રાજકારણે વકરાવ્યો છે. ગાંધીવાદે દલિતોને તોડવાનું કામ કર્યું છે અને આંબેડકરવાદે જોડવાનું કામ કર્યું છે. 

ગુજરાતની 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અનુસૂચિત રીઝર્વ બેઠકો પૈકીની 4 પર અને ભાજપે 9 પર વિજય મેળવ્યો હતો અને 2007માં કોંગ્રેસે 2 પર અને ભાજપે 11 બેઠકો પર વિજય મેળવ્યો હતો, એ આંકડાઓ રજુ કરીને નગીનદાસ એવા તારણ પર આવે છે કે એક જમાનામાં કોંગ્રેસના ચુસ્ત ટેકેદાર ગણાતા દલિત મતદારો સંપૂર્ણપણે ભાજપ તરફ વળ્યા છે. અહીં સવાલ એ છે કે તમામ રીઝર્વ  બેઠકો પર દલિતો એટલી મોટી સંખ્યામાં છે ખરા કે પરીણામ પર અસર પાડી શકે. દલિત ઉમેદવાર સવર્ણોની મહેરબાની પર નિર્ભર હોય છે અને સવર્ણોના વોટથી જ ચૂંટાય છે. પહેલા સવર્ણો કોંગ્રેસને વોટ આપતા હતા, એટલે કોંગ્રેસે ઉભા રાખેલા દલિત ઉમેદવાર જીતતા હતા. હવે સવર્ણો ભાજપને વોટ આપે છે, એટલે ભાજપે ઉભા રાખેલા દલિત ઉમેદવારો જીતે છે. આથી, ગુજરાતમાં એસસીની અનામત બેઠકો પર ભાજપનો દલિત ઉમેદવાર જીતે છે એટલે દલિતો ભાજપ તરફ વળ્યા છે એવું તારણ તો મુર્ખાઓ જ કાઢી શકે. 

અને છેલ્લે, નગીનદાસ કહે છે કે "મુસ્લિમ-દ્વેષ માત્ર સવર્ણો પૂરતો જ મર્યાદિત નથી." એટલે કે દલિતો પણ મુસ્લિમ-દ્વેષી છે. હવે, 2002થી મોટા ભાગના સવર્ણ બુદ્ધિજીવીઓ અને સેક્યુલારિસ્ટો આ મંતવ્ય ધરાવતા થયા છે. આ લોકોને દલિતો અને મુસલમાનો બંને જોડે કંઈ નહાવા નીચોવાનું નથી. આપણે વારંવાર આ મુર્ખતાપૂર્ણ થીયરીને નકારતા આવ્યા છીએ. નગીનદાસ મુર્ખાઓના સ્વર્ગમાં રાચે છે. એમને હું મારું પુસ્તક "ભગવા નીચે લોહી" વાંચવાની ભલામણ કરું છું.