કાલે ઘરે
પહોંચ્યો ત્યારે એક કવરમાં પુસ્તક આવેલું જોયું. નામ એનું "રાષ્ટ્રનિર્માણના શિલ્પી ડો. બાબાસાહેબ
આંબેડકર." લેખક નાથુ સોસા.
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડીરેક્ટર. પુસ્તક સાથે નાથુભાઈનો કવરિંગ
લેટર પણ હતો. તેમાં તેમણે લખેલું કે પુસ્તકનું વિમોચન 13 એપ્રિલે શંભુપ્રસાદ
મહારાજે કર્યું હતું. પુસ્તક તો જોતાની સાથે ગમી જાય તેવું છે, પરંતુ બાબાસાહેબના
જીવનચરિત્રમાં "કવિ શ્રી
નરેન્દ્રભાઈ મોદી"ની કવિતાઓની પંકિતઓ જોઇને આશ્ચર્ય અને આઘાતની લાગણી જન્મી.
મોદી કવિ છે એની અત્યાર સુધી કોને ખબર હતી? કવિહ્રદયનો માણસ એની નજર સામે હજારો
માણસોની કત્લેઆમ જોઇ શકે ખરો? સ્ત્રીઓ પર બળાત્કારો ચલાવી શકે ખરો?
મોદીના રાજમાં 2001થી 2010ના સમયમાં 313 દલિત મહિલાઓ પર
બળાત્કારો થયા. મોદીએ કેવી ચોકીદારી કરી? દલિતોને મુરખ બનાવવા બે-ચાર કિરીટભાઈઓ,
કિશોરભાઈઓ, રમણભાઈઓને શો કેઇશના વાંદરા બનાવીને બેસાડી દીધા. દલિતો ગામડાઓમાં
રહેંસાતા રહ્યા, દલિત સ્ત્રીઓ ચીસો પાડતી રહી અને મોદી એમના ચમચા અમિત શાહને કોઈ
યુવતીની પાછળ દોડાવતા રહ્યા. મોદીના પુજારી (હ)રામદેવ દલિતો અંગે ગંદામાં ગંદી વાત
કહે એમાં મોદીની સંમતિ નહીં હોય? દેશમાં કોક ખૂણે પાડો પાદતો હોય તો પણ ટ્વિટર પર
કમેન્ટ કરતા મોદીએ રામલા અંગે કેમ કશું કહ્યું નહીં?
બાબાસાહેબના પવિત્ર અને અમૂલ્ય ગ્રંથમાં મોદીની કવિતાઓ કારણ
વગર મૂકીને નાથુભાઈએ ભાજપના ભવૈયાઓની શાબાશી મેળવી લીધી હશે, પરંતુ દલિત સમાજની
શાબાશી તેમને નહીં જ મળે. પુસ્તકમાં તેઓ પોતે કહે છે તેમ, "અસ્પૃશ્ય સમાજના
હિતની વાત કરનાર દલિત રાજકીય આગેવાનો અને અદલિત સમાજના હિતની વાત કરનારા સમાજના રાજકીય
આગેવાનો વચ્ચે જ્યારે પસંદગીની વાત આવશે ત્યારે અદલિત સમાજ હંમેશાં એવા દલિત
આગેવાનની પસંદગી કરશે જે અદલિત સમાજ કહે તેમ વર્તે અથવા અદલિત સમાજ કહે તેમ કામ
કરે" આ વાત તેઓ પોતે સાચી ઠેરવી રહ્યા છે. નાથુભાઈ પોતે કહે છે શું અને કરે
છે શું. આવા બેવડા ધોરણો ક્યાં સુધી?