કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 26 મે, 2012

પીળું એટલું પત્રકારત્વ ?



પૃથ્વી પર પુણ્યલોક ભારત ભૂમિ અને એમાં પણ ખમીરવવંતી, ગૌરવવંતી ગુર્જર ધરા પર અવતરવાની ઇચ્છા ધરાવતા એક પરગજુ આત્માએ વિચાર્યું, "મૃત્યુલોકમાં દેહ ધારણ કરૂં તો, બે વાત બને. ક્યાં તો વ્યંઢળ થઉં અથવા પત્રકાર બનું. વ્યંઢળ બનું તો વાંધો નહી, પણ પત્રકાર થઉં તો બે વાત બને. મારૂં અંગ્રેજીનું ભાષાકીય જ્ઞાન સારું હશે તો, મારો તંત્રી- માલિક મને ડેસ્ક પર બેસાડશે અને સચિવાલયનું એફ.ડી. એટલે ફિકસ્ડ ડિપોઝીટનું ખાતુ એવી મારી સમજણ હશે તો, મને રિપોર્ટર બનાવશે. ડેસ્ક પર બેસાડે તો વાંધો નહી, પણ રિપોર્ટર બનાવે તો બે વાત બને. મારે અનામત વિરોધી રમખાણો ટાણે દલિતોની વિરુદ્ધમાં અને કોમી દંગા વખતે મુસ્લિમોની વિરુદ્ધમાં રિપોર્ટિંગ કરવું પડશે. વિરુદ્ધમાં રિપોર્ટિંગ કરૂં તો વાંધો નહી, પણ જો એમની તરફેણમાં રિપોર્ટિંગ કરીશ, તો બે વાતો બને. મારો તંત્રી-માલિક મને જલીલ કરીને નોકરીમાંથી પાણીચું પકડાવશે અથવા તો મને એક પૂર્ણ-સમયનો, વ્યવસાયી, બૌદ્ધિક અને વહેવારુ વ્યંઢળ બનાવશે.

પેલા સરદારજીની જોક જેવું હાસ્ય કદાચ અહીં  નિષ્પન્ન થશે. પરન્તુ, હું મજાક નથી કરતો. ગુજરાતના તમામ અખબારોમાં કામ કરતા મારા મિત્રો આ ટુચકા પાછળનો મર્મ અચૂક સમજશે. હાલ અમેરિકામાં સ્થાયી થયેલા મારા એક વેળાના પત્રકાર સાથી જયપ્રકાશ ક્યારેક પત્રકારોના ખસી-કરણ વિષે એમની અનુભૂત ચિંતન પ્રસાદી અમને ચખાડતા હતા. તેઓ બામણ હતા, પણ સચ્ચાઈ પરહરી નહોતી. ‘ગુજરાતના ખસી-કૃત પત્રકારો' નામનું પ્રકરણ યુનિવર્સિટીઓના પત્રકારત્વના અભ્યાસક્રમમાં દાખલ કરવા જેવું છે.

અધોગતિનું મૂળ વર્ણ-વ્યવસ્થા હોય, તો એનું સૌથી અધમ દ્રષ્ટાંત ગુજરાતી અખબારો છે. મોટાભાગનાં તંત્રી- માલિકો બામણ, વાણિયા કે પટેલ છે. (કેટલાંક બહુજન-બુદ્ધુઓ પટેલને શુદ્ર ગણે છે, પણ પટેલો નિ:શંકપણે સામાજીક-આર્થિક પિરામીડની ટોચે પહોંચ્યા છે. તેઓ ગુજરાતના de facto rulers છે.  કોઈ ન. મો. કર્મવશ મુ. પ્ર. બને તો ગેરસમજ કરવી નહીં.) ડેસ્ક અને રિપોર્ટીંગ સહિતના તંત્રી-વિભાગમાં પણ બામણ, વાણિયા, પટેલોની મૉનોપોલી છે. કોઈ રડ્યો ખડ્યો પ્રજાપતિ, પંચાલ કે ઝાલા જોવા મળશે. પરંતુ કોઈ દાતાણીયા, રબારી, ઠાકોર કે વસાવા ભૂલથી પણ જોવા નહી મળે. માત્ર શારીરિક શ્રમ માંગી લેતા પ્રોડક્શન વિભાગમાં બધી જ જાતિઆનું પ્રતિનિધિત્વ હોય છે. જ્યાં તંત્રી-વિભાગમાં સિત્તેર ટકા બામણો હતા એવા એક અખબારમાં, ફાયનાન્સીયલ એક્સપ્રેસમાં, તંત્રીના દૂરના સગાને નોકરી મળી, ત્યારે સૌના ઉરમાં આનંદનો અબ્ધિ છલકાયો હતો. પોતાનો ઉમળકો દબાવી ન શકતા એક ભાઇએ કહ્યું, "ચાલો, સારૂં થયું, પાઠક, રાવળ, ઉપાધ્યાય, દવે, ત્રિવેદી, ભટ્ટ અટકોમાં એક વ્યાસ અટક ખૂટતી હતી. હવે એ પણ આવી ગઈ."

ગુજરાતી, વ્યવસાયિક કે બિન-વ્યવસાયિક, પત્રકારત્વને આંખો ઠરે તેવું ઉજમાળું, સત્વશીલ અને શાતાદાયી ઘટના બનાવવાને બદલે અફવા ફેલાવવામાં જ ગુજ્જુ પત્રકારોને કેમ રસ પડે છે? ગુજરાતી પત્રકારત્વ એટલે ‘એક ઘા ને બે કટકા નહીં પણ ‘નહીં ઘા નહીં કટકા' અને છતાં ‘સનસનાટી' આવી વ્યાખ્યા બાંધવાનું આપણને કેમ મન થાય છે? આવો સવાલ એક્યાસીના અનામત-વિરોધી હુલ્લડો વખતે પૂછનારી એડીટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાની ફક્ટ ફાઇન્ડીંગ કમિટીને બાવીસ-બાવીસ વર્ષ પછી પણ, ગોધરા-કાંડ બાદ ફરીથી એ જ સવાલો પૂછવાની કેમ ફરજ પડે છે? કારણો અનેક હશે. મોટામાં મોટું કારણ એક છે. કોંગ્રેસ સહિતના ભારતીય રાજકારણને જેમ વંશવાદ પીડે છે, એમ ગુજરાતી પત્રકારત્વના કાનમાં પણ ખાનદાની કાનખજૂરો ઘૂસ્યો છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ‘નર્મદથી નીરવ' કે ‘દલપત(રામ)થી દલપત (ચૌહાણ)' લખવાનું દુ:સાહસ કદાચ થઈ શકે. પરન્તુ ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ ‘દવેથી દાતણીયા' કે ‘મહેતાથી મકવાણા' નહીં, બલકે ‘‘‘‘‘પ‘દવેથી દવે' અને ‘શાહથી શાહ'નો છે.

તંત્રી-માલિકોને વહાલાં થવા સવિશેષ જાતિવાદી અને કટ્ટર કોમવાદી બનવાનો સભાન પ્રયાસ કરતા અને માત્ર તંત્રી-માલિકોની મહેરબાની પર જ નભતા વ્યવસાયિક પત્રકારો આપણી દયાને પાત્ર છે. પરન્તુ, બિન-વ્યવસાયિક પત્રકારો એટલે કે કટાર-લેખકો કેમ કોમવાદી છે, એ એક અકળાવનારો પ્રશ્ન છે. ‘અકબરને ચકલીની જીભ બહુ ભાવતી હતી અને એના માટે હજારો ચકલીઓનો રોજ સંહાર કરવામાં આવતો હતો.' એવો કપોળ-કલ્પિત, બુદ્ધિ બહેર મારી જાય તેવો દાખલો આપતા ગુણવંત શાહ, ‘ડાંગ ખ્રિસ્તી ધર્માંતરના બોમ્બ પર બેઠું છે.' એવી હેડલાઇન હેઠળ આંકડાઓ રજુ કરતા હેમંત શાહ, દલિતો-ઓબીસીને મુસ્લિમો સાથે ભીડાવી દેવાના એકમાત્ર મલિન ઇરાદાથી નીકળેલ રથયાત્રાને ગૌરવ અર્પતા ‘મનોરથ' નવલકથા-લેખક રઘુવીર ચૌધરી કે ‘પછાતવર્ગો હિન્દુત્વની તલવાર છે' એવું સમીકરણ રચતાં ચંદ્રકાંત બક્ષી ગુજરાતી કટાર-લેખનના શિખરે હશે, પરન્તુ હિન્દુત્વના પિરામીડના તળિયે કણસતા દલિતોની પીડા સમજવા માટે તો એમણે દલિત માતાની કૂખે જન્મવું પડશે. પોતાના મોટાભાઈની મહેરબાનીથી નોકરી મેળવનારા એક નબળો, થર્ડ રેટ બામણ રિપોર્ટરને ખ્રિસ્તીઓની વાત નીકળે ત્યારે ‘જ્હોન જેઠાભાઈ' અને ‘મેરી ચૂંથાભાઈ' જેવા શબ્દો મોંઢામાંથી ઝેર ઓકતો હોય એમ બોલતા સાંભળીએ ત્યારે થાય છે કે દલિતોએ કે દલિતોમાંથી ખ્રિસ્તી થનારા લોકોએ આ બામણોનું શું બગાડ્યું હશે? જાણ્યે અજાણ્યે તમે કેવી નઠારી વેજાને બૌદ્ધિક સમર્થન આપો છો એની તમને ખબર છે, હેમંતકુમાર શાહ?

પત્રકારત્વના ઔપચારિક શિક્ષણથી આ પરિસ્થિતિ બદલાશે એવો ભ્રમ સેવનારાઓની સેવામાં એક ઘટના રજૂ કરું છું. એક યુનિવર્સિટીમાં ભણતા છાત્રોને તેમના સાહેબ ફિલ્ડમાં લઈ ગયા. કેટલાક સ્થળોની મુલાકાત લીધી. એમાં ગાંધીનગરનું સચિવાલય પણ હતું. સચિવાલયના પરિસરમાં પહોચ્યાં પછી એમણે છાત્રોને કહ્યું, "તમે થોડીવાર અહીં ઉભા રહો હું પાંચ મિનિટમાં જ પાછો ફરું છું" સચિવાલયના પાછળના સ્ટેન્ડ પર એક પોટલી ઢીંચીને પાછા ફરેલા સાહેબે ફિલ્ડ-રિપોટીંગના વહેવારુ પાસાઓની સુંદર છણાવટ કરી હતી! આ દ્રષ્ટાંત આઘાતજનક છે? તો થોડાંક ઓછા આઘાતજનક ઉદાહરણો આપું. બકુલ ત્રિપાઠી ગુજરાતના મહાન હાસ્ય લેખક છે, એ તો એમનો ચહેરો જ કહી આપે છે, પરન્તુ એ કોક ઠેકાણે પત્રકારત્વના વીઝીટીંગ ફેકલ્ટી પણ છે. એવું જાણીએ ત્યારે તેમના હાસ્યલેખોથી પણ વિશેષ હાસ્ય સર્જાય છે. યાસીન  દલાલને તો કટાર લેખનની કળા પણ હસ્તગત નથી છતાં તેઓ રાજકોટ યુનિવર્સિટીમાં આ ક્ષેત્રમાં મોટું માથું ગણાય છે. જ્યાં અથાગ મહેનત પછી તૈયાર કરેલું ડેઝર્ટેશન ડસ્ટબીનમાં ફગાવી દેવાય છે. વાઇવા ટેસ્ટ ના લેવાયો હોય, તો પણ આકાશવાણીના ઓળખીતા અધિકારીને બોલાવીને તેની સહી કરાવડાવીને ઉમેદવારને નાપાસ જાહેર કરવામાં આવે છે. અને પછી એ તેજસ્વી પણ લાચાર યુવતી છેક અદાલતના દ્વાર ખખડાવે તો પણ હારી જાય છે. જે યુનિવર્સિટીઓમાં આવા દલાલો બેઠા હોય, ત્યાં ઓજસ્વી, નિર્ભિક પત્રકારો પાકશે એવી કલ્પના તો મૂર્ખાઓ પણ નહી કરે.

ઘણા લોકો ‘ગુજરાત સમાચાર' અને ‘સંદેશ'ને ગુજરાતી મીડિયાના માફીયા ગણે છે. આ અખબારોએ એક્યાસીના અનામત-વિરોધી તોફાનો દરમિયાન સવર્ણ-વાદને અને બાબરી-કાંડ પછી હિન્દુવાદને વકરાવવામાં પ્રમુખ ફાળો આપ્યો હતો અને તેમ કરીને તેઓ સવર્ણવાદ અને હિન્દુવાદના લાડકા હિરો બન્યા હતા. તેમ છતાં એવા તે ક્યાં કારણો હતા કે ગુજરાતી પ્રિન્ટ મિડિયામાં બિન-ગુજરાતીઓની માલિકીનું ‘દિવ્ય ભાસ્કર' જામી પડેલા માફિયાઓને પડકાર આપી શક્યું? આ સવાલનો જવાબ મેળવવા માટે તમારે મારી સાથે ૧૯૮૫ના ભોપાલની શેરીઓમાં આવવું પડશે, જ્યારે યુનિયન કાર્બોઈડ ઝેરી ગેસથી ગણતરીના કલાકમાં ત્રણ હજારથી વિશેષ લોકોની પથારી કફન બની ગઈ હતી. યુવાનોએ આક્રોશમાં મુઠ્ઠીઓ વાળી હતી. કાર્બાઇડ સામે આખરી શ્વાસ સુધી લડવાના શપથ લીધા હતા. 'ઝહરીલી ગેસ કાંડ વિરોધી સંઘર્ષ મોરચા'નું ગઠન થયું હતું. ગુજરાતમાં પણ લોક અધિકાર સંઘના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન-રેલી-ધરણા યોજાયા હતા. ત્યારે ભોપાલમાં યોજાએલા રાષ્ટ્રવ્યાપી અધિવેશનમાં ભાગ લેવા અને એક અભૂતપૂર્વ રાષ્ટ્રીય આપત્તિનો અંદાજ મેળવવા અમે ભોપાલ ગયા હતા. ‘તાલ ભોપાલ કા બાકી સબ તલૈયા'થી ઓળખાતા શહેરનો માહોલ એ વખતે કૈંક જુદો જ હતો. અમેરિકાના નવ-સામ્રાજ્યવાદ (New-colonialism) સામે લડતનું રણશિગું ફૂંકાયું હતું. એવું લાગતું હતું કે દેશભરમાં મલ્ટીનેશનલ કંપનીઓ સામે ‘દૂસરી આઝાદી'ની લડાઈ શરૂ થવામાં જ છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનપદે ત્યારે અર્જુનસિંહ આરૂઢ હતા. કાર્બાઇડ સામેની લડતને ડાયવર્ઝન આપવા એમણે રાતોરાત ઓબીસી, મહિલાઓની અનામતોમાં વધારો જાહેર કરી દીધો હતો. રાજ્યમાં કુલ અનામતોનું પ્રમાણ સિત્તેર ટકા થયું હતું. તે જ દિવસથી ભોપાલની શેરીઓમાં યુવાનો દંડા લઈને ઉતરી પડ્યા હતા. કાર્બાઇડ ભૂલાઈ ગઈ હતી. અનામતો દલિતોની વધી જ નહોતી. તો આક્રોશ કોની સામે હતો? હાથમાં ધોકો લઇને ગાડીઓના કાચ તોડતા એક યુવાનને મેં પૂછયું, "ભૈયા, યે સબ ક્યાં હો રહા હૈ?" એણે કહ્યું, "આપ કો માલૂમ નહી ?" ચમારોં-કોરીયો કી સીટે બઢા દી હૈ, અર્જુનવેને" બીજા દિવસે ‘દૈનિક ભાસ્કર'ના પ્રથમ પાને ચાર-કોલમનું એક કાર્ટન છપાયું હતું. એક સરકારી કચેરીનું દ્દશ્ય. ટેબલ પર ફાઇલોના ઢગ. ખુરશીમાં એક ભૂંડ. એના નાક પર ચશ્મા. કાર્ટુનનું માત્ર એક લીટીવાળું મથાળું "આરક્ષણ કા ફાયદા, સાહબ બન ગયે" એક્યાસી-પંચાસીમાં જાતિવાદના પીકઅવર્સમાં પણ ‘ગુજરાત સમાચાર' કે ‘સંદેશે' આવું કાર્ટુન છાપવાની હિંમત કરી નહોતી. જેની ત્રીસ ટકા આબાદી અનુસૂચિત-જનજાતિ છે, એવા પ્રાંતમાં, મધ્યપ્રદેશમાં એક મારવાડી બનિયાની માલિકીના અખબારે જાતિવાદી દ્વેષનું માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. ‘દિવ્ય ભાસ્કર' ગુજરાતના સવર્ણવાદનો નવો, ચકચકિત, ક્યૂટ અને છેતરામણો ચહેરો છે. એનું ઓછું વંચાતુ એડીટ પાનું સેક્યુલર છે. ડેસ્ક અને રિપોટીંગ કેસરિયા બ્રિગેડ છે.

આંગળીના વેઢે ગણાયા એટલા ગુજરાતી પત્રકારો સમર્પિત અને ખમીરવંતા છે. અને એમાં અમનો લગીરે વાંક નથી. આખી દુનિયાના વાણી સ્વાતંત્ર્યનો ઝંડો લઇને ફરનારા લોકો જ્યારે એમના તંત્રી-માલિકોની ચેમ્બરમાં અદબ વાળીને, નેણ ઝુકાવીને ઉભા રહે છે અને તંત્રી માલિકનો દીકરો ખુરશીમાં પલાંઠી વાળીને કહે છે, કે ‘તમારા કામમાં રેગ્યુલરતા નથી' ત્યારે એમના હૈયામાં કેવી ઉથલપાથલ થતી હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એમનામાં તો બંધ મિલના કામદાર જેટલી ખુદ્દારી પણ બચી નથી, નહિંતર આપણને અમદાવાદની કોક ગલીમાં ‘બેકાર પત્રકારનો ગલ્લો' અચૂક જોવા મળ્યો હોત.

ગયા મહિને સૂરતમાં સોશિયલ સ્ટડી સેન્ટર અને અસગરઅલી એંજિનીયરની સંસ્થા ‘સેન્ટર ફોર સ્ટડીઝ ઑફ સોસાયટી એન્ડ સેક્યુલારિઝમ'ના સયુંક્ત ઉપક્રમે ‘ગુજરાતમાં પ્રવર્તમાન સંજોગોમાં કોમી પ્રશ્ન અને તે સંદર્ભે નાગરિક સમાજની ભૂમિકા' અંગે સંવાદ યોજાયો હતો. બંને કોમોના વરિષ્ઠ અગ્રણીઓ, કર્મશીલો, હમદર્દો વિશાળ સંખ્યામાં એકઠા થયા હતા. ‘દલિતોનું સ્થાન-સ્થિતિ' વિષયની રજૂઆત નિમિત્તે મારે પણ જવાનું થયું હતું. બે દિવસના રોકણ દરમિયાન નવરાશની પળોમાં એક વરિષ્ઠ પત્રકારે પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું "મને કહેવામાં આવ્યું છે કે તમારે ભાજપ અને નરેન્દ્ર મોદીની ટીકા કરવી નહીં. એ સિવાય જે લખવું હોય એ લખો." ભાજપની ટીકા કરીને પોતે સેક્યુલારિઝમની મોટી સેવા કરતા હોય એવો ભાવ એમના ચહેરા પર લીંપાયો હતો. તેઓ તંત્રી હતા, ત્યારે તેમણે ચીમન પટેલની ટીકા કરવાની તંત્રી વિભાગમાં મનાઈ ફરમાવી હતી એ વાત તેઓ વિસરી ગયા છે. કદાચ, તેઓ પ્રમાણિકપણે એવું માનતા હશે કે તેઓ ચીમન પટેલને આંધળો ટેકો આપતા હતા ત્યારે બિનસાંપ્રદાયિકતાને સમર્થન આપી રહ્યા હતા અને આજે નરેન્દ્ર મોદીની ટીકા એટલે કોમવાદની ટીકા. વાત આટલી સરળ હોત, તો કેવું સારું? તખ્તા પરના રાજકીય નટો, ચીમન પટેલ કે નરેન્દ્ર મોદી, એક જ એસ્ટાબ્લીશમેન્ટના બે ચહેરા છે. રૂ. ૩૬,૦૦૦ કરોડની નર્મદા યોજના હોય કે રૂ. ૫૬,૦૦૦ કરોડની કલ્પસર યોજના, ગુજરાતનું એસ્ટાબ્લીશમેન્ટ તો બંને યોજનાઓને સમર્થન જ આપે છે.

હજુ  થોડાક જ દિવસો પહેલાં નિરમાના માલિક કરશન પટેલના ગામ રૂપપુરમાં પટેલોના ખાનગી ટ્રસ્ટે દલિતોની સ્મશાનભૂમિ પચાવી પાડ્યા બાદ દલિતોએ પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ પડાવ નાંખ્યો ત્યારે ભાજપના શાસનમાં થયેલી હિજરતે સત્તાધારી પક્ષને કોથળામાં પાંચશેરી મારવાની તક ‘ગુજરાત સમાચાર'ને પૂરી પાડી હતી. પરંતુ, ગુજરાતના અગ્રણી અખબારે હિજરતના સમાચાર છાપવાના બદલે દલિતોની કોર્ટમાં હાર થયાના જૂના સમાચાર છાપ્યા હતા. ગુજરાતનું પત્રકારત્વ જે દિવસે ઘટનાઓની ભોમ-ભીતરની આર્થિક સાંઠગાંઠ ખુલ્લી પાડતું થશે, રાજકીય નટોને નચાવતા, પડદાના પાછળના (કરસન પટેલ જેવા) આર્થિક ખેલાડીઓનું સ્કેનીંગ કરશે તે દિવસે એ ઉજળું થશે. ત્યાં સુધી પીળું એટલે પત્રકારત્વ...!

                                                (સમાજમિત્ર, 2005)

(બિપીનકુમાર નામનો દલિત ભલે શાહ બનીને sandashમાં બેઠો હતો, પરંતુ એને ઘણા લોકો, પ્રુફરીડરો, પેલો ફલાણો (ઢથી શરૂ થતો શબ્દ) એ નામે જ ઓળખતા

    
                          

તમારી ઇજ્જત ઇજ્જત છે અને અમારી ધૂળધાણી

તા. 25 મે 2012ના દિવ્ય ભાસ્કરના આ સમાચારમાં  સંકળાયેલી વ્યક્તિઓ મુસ્લિમ સમાજની છે,
 એટલે  તેમના નામ બદલ્યા વિના અહેવાલ છાપવામાં આવ્યો છે. 


એ જ દિવસે આ જ છાપામાં છપાયેલા અન્ય એક  સમાચારમાં સંડોયાવેલી વ્યક્તિઓ દલિત સમાજની
 છે, એટલે એમના નામ બદલવાની પણ પરવા કરવામાં આવી નથી

પરંતુ, એ જ દિવસે આ જ અખબાર છપાયેલા અન્ય સમાચારમાં સંડોવાયેલી વ્યક્તિઓના
 નામ બદલવામાં આવ્યા છે, કેમ કે તે વ્યક્તિઓ સવર્ણ છે. અલબત્ત, પતિની પ્રેમીકા મુસ્લિમ
છે, એ તો પાછુ જાહેર કરવું જ પડે, નહિતર હિન્દુત્વમાં તીરાડ પડી જાય.

બુધવાર, 23 મે, 2012

ભૂમિ સમસ્યા અને દલિતો

બિહારના ગામડામાં દલિત મહિલાને લાકડીથી મારતો સવર્ણ પુરુષ
દલિત મહિલાને વાળ પકડીને પોલીસ મારે છે,
મહિલા કોન્સ્ટેબલ જોઈ રહી છે
દલિત મહિલાને વૃક્ષ સાથે બાંધીને મારી નાંખતા
 પહેલા તેના વાળ કાપતો સવર્ણ પુરુષ
દલિત યુવાનને વૃક્ષ સાથે બાંધ્યો છે, તેની શું હાલત કરશે
માત્ર 8 વર્ષની દલિત બાળકીને વાળ પકડીને મારતી પોલીસ
સવર્ણોના હુમલા પછી દલિતના ઘરની સ્થિતિ
અહીં પોલીસવાળો દલિત બાળકીના વાળ પકડીને તેને મારે છે
અત્યાચારનો ભોગ બનેલા દલિત માતાની દારૂણ સ્થિતિ


અત્યાચારનો ભોગ બનેલું દલિત દંપતિ




ખૈરલાંજી અત્યાચાર - ભોતમાંગે કુટુંબની 
દીકરી પ્રિયંકાનો ક્ષતવિક્ષત દેહ


પ્રિયંકાના ભાઈની હત્યા પછીની સ્થિતિ




ગઈ કાલે અમન સમુદાયની મારી બહેનો લક્ષ્મી, બિસ્મીલા, નઝમા, રશીદા, નૂરજહાં મને ગોધરાના તિરગર વાસમાં લઈ ગઈ. જાહેર માર્ગ સાથે જોડાએલી એક સાંકડી ગલીમાં પ્રવેશતા અંદાજે ૫૦૦ ઘરનો દલિત વાસ નજરે ચડ્યો. વચ્ચે ચોગાન, લીમડાનું ઝાડ, નાની દેરી, બરફની લારી, પાનનો ગલ્લો. રાતના સાડા આઠ વાગ્યા હતા. મારા દલિત બાંધવો દિવસભર શોષણની ચક્કીમાં પીસાઈ પીસાઈને રાત્રે થાક્યા પાક્યા ઘરે આવી રહ્યા હતા. ચોગાનમાં અગાઉથી જ એક વિશાળ તાડપત્રીનું પાથરણું પથરાઈ મૂક્યું હતું. અમદાવાદથી કોક રાજુ સોલંકી નામનો માણસ એમની સાથે વાત કરવા આવવાનો હતો એની એમને જાણ હતી, પરન્તુ કોઈ ચોગાનમાં આવીને બેસતું નહોતું. બજરંગદળવાળાએ મીટીંગમાં હાજરી નહીં આપવા સ્થાનિક દલિતોને આદેશ આપ્યો હતો એવી વાત મળી એટલે લક્ષ્મી અને બીજી બહેનો તિરગરવાસની બહેનોને મળ્યાં. ‘તમે બેસો હમણાં બધા ભેગા થઇ જશે' એમ કહેતાંકને બહેનોએ એક મોટો ઢોલ મંગાવ્યો. કાનના પડદા ફાટી જાય એવા અવાજે ઢોલ વગાડ્યો. જોત જોતામાં બસો દલિત એક્ઠા થયા. એમાં બહેનો વિશેષ. એમની આગળ જે કઈ કીધું એ જ અહીં સહેજ વિગતે કહીશ....

"આ તિરગરવાસ છે. તિરગર માટે એવું કહેવાય છે કે એમણે રામ-રાવણના જુદ્ધમાં રામને તીર બનાવી આપ્યા હતા. રામે આપણું કેટલું દળદર ફીટાડ્યુંકેટલાક દિવસો પહેલાં અખબારમાં એક જાહેરાત આવી હતી. ગુરુ બ્રાહ્મણ યુવકોને સંસ્કૃત શ્લોકોના સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચારો સાથે કર્મકાંડની પદ્ધતિ શીખવાડવા એક કેમ્પ યોજાઈ રહ્યો હતો. જોડાવા માટે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું નિમંત્રણ હતું. જાહેરાતની નીચે ગુરુ બ્રાહ્મણ સમાજના એક અધિકારી શ્રીમાળીની સહી હતી. રહેવા, જમવાનું મફ્ત. પ્રવેશ-ઇચ્છુકે કાસ્ટ સર્ટિફિકેટો લઈને આવવું. છેલ્લે લખ્યું હતું, "શિબિરમાં આવનાર દરેક ઉમેદવારે પોતાના થાળી, વાટકો ને ગ્લાસ લઈને આવવું."

અમદાવાદમાં ભઠીયાર ગલી છે. હોટલોની ફુટપાથ પર કંગાળ, બુભુક્ષિતો કતારબંધ બેઠા હોય છે, દરરોજ પોત પોતાની થાળી, વાડકો ને ગ્લાસ લઈને. જન્નતમાં જવાની ઇચ્છા ધરાવતા દાનેશ્વરીઓ હોટલના માલિકને પાંચ-પચીસ જણાના રોટલા-શાકના પૈસા અગાઉથી ચૂકવતા હોય છે. ભઠીયારગલીની આ હોટલો કાસ્ટ સર્ટિફીકેટ માંગતી નથી.

અવારનવાર ભઠીયાર ગલી આગળથી પસાર થઉ છું. મારું અવળચંડુ મન વિચિત્ર પ્રશ્નો પૂછે છે: આ સરકાર ગામડાનાં ગરીબ તપોધનને થાળી, વાડકો, ગ્લાસ લઈને ગાંધીનગરમાં કેમ બોલાવે છે? થરાદની સીમમાં લાકડાં વીણવા જતી ને બકરા ચરાવતી મંજીના માંડ માંડ હાથ પીળા કરાવતા નિર્ધન, લાચાર બાપ આગળ કુવંરબાઈના મામેરાનું માદળીયું કેમ લટકાવે છે? રાષ્ટ્રીય પક્ષી મોરની ચાર કોલમની ફોટોલાઈન સાથે બાઅદબ ક્રિયાકરમ કરતા અખબારો છ માસના મૃત બાળકને બાથમાં લઈને બે ગજની સ્મશાનભૂમિ શોધવા હોડા ગામ (પાલનપુર)ના બાબુભાઈ વાલ્મીકિએ ભરવરસાદમાં કરેલી રઝળપાટ માટે બે ઇંચ જગ્યા પણ કેમ ફાળવતા નથી? અને બાબુભાઈની અકિંચન અવસ્થાની મશ્કરી કરતી હોય એમ આ સરકાર ઠાઠડી પેટે રૂ.૧૫૦૦ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ આપવાની લોંઠકાઈ કેમ કરે છે? કેમ આજથી પચાસ વર્ષ પહેલાં વીસાવદરના કેશુભાઈ પટેલના ગણોતીયા બાપને વલ્લભભાઈ પટેલ મરણોત્તર સહાય યોજના હેઠળ ઠાઠડીનો ખર્ચો આપવાનો ખેલ કોંગ્રેસી સરકારે પાડ્યો નહીં? કેમ કોઈ આનંદીબેન પટેલને સાત ફેરા ફરવા માટે રૂ.૫૦૦૦ 'ઉમિયા માતાનું મામેરું'ના નામે આપવાની નોબત આવી નહીં?

આ સવાલોનો જવાબ છે આજની ચર્ચાગોષ્ઠીનો વિષય: દલિતોની ભૂમિ સમસ્યા. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ૧૯૫૨માં સૌરાષ્ટ્ર જમીન સુધારા કાનૂન હેઠળ ૧૭૨૬ ગામોમાં ગિરાસદારોની ૨૯ લાખ એકર જમીનમાંથી ૧૨ લાખ એકર જમીન ૫૫,૦૦૦ પટેલ ગણોતીયાઓને ફાળવવામાં આવી. મગફળી, કપાસ, જીરુ જેવા રોકડિયા પાકો પકવીને સદ્ધર બનેલા આ પટેલોએ પાછળથી જીનિંગ  મીલો અને ઓઇલ મીલો નાંખીને તેલિયા રાજાનું' બિરુદ મેળવ્યું. આઝાદી પછીના જમીન સુધારાના સુફળ ચાખીને મદમસ્ત બનેલી આ પટેલ લોબીએ એટલી હદે જમાવટ કરી કે ગાંધીનગરના હુક્મરાનો પણ એમનો પડ્યો બોલ ઝીલવા માંડ્યા.

જમીન સુધારાના જે લાભો પટેલોને મળ્યા એવા લાભ દલિતોને સાંપડ્યા નહીં. ૧૯૬૦માં ભૂમિહીન દલિત ખેતમજૂરોએ અમદાવાદના દલિત મીલ કામદારોની આગેવાની હેઠળ જ્યારે હજારો એકર જમીન ખૂંચવી લીધી ત્યારે એના સીધા પ્રત્યાઘાત સ્વરૂપે કૃષિ જમીન ટોચ મર્યાદા કાનૂન, ૧૯૬૦ ઘડાયો. પરન્તુ આ કાયદાનો અમલ કરવાની ઘડી આવી ત્યારે વહીવટીતંત્રમાં બેઠેલા ઉજળિયાતોએ દલિત, આદિવાસી અને બક્ષીપંચના ભૂમિહીન ખેડૂતોને ઠેંગો બતાવ્યો.

પચાસ વર્ષમાં કોંગ્રેસી શાસકોએ જમીન ટોચ મર્યાદા કાયદાના લીરે લીરા ઉડાડ્યા. ભાજપી શાસકો એક ડગલું આગળ વધ્યા. એમણો કોર્પોરેટ ફાર્મીંગના નામે ૧૮ લાખ હેક્ટર પડતર જમીન પાણીના મૂલે વેચવા કાઢી. ‘ખાતર પર દિવેલ' રૂઢિપ્રયોગ આ સ્થિતિ સમજાવવામાં ઉણો ઉતરે. કોંગ્રેસીઓએ પદદલિત દ્રોપદીના ચીરહરણ કર્યા અને ભાજપીઓએ બળાત્કાર કર્યા એમ કહેવું યોગ્ય હશે.

ઑફિસ ઑફ ધી ડાયરેક્ટર ફોર શેડયૂલ્ડ ટ્રાઇબ્સ એન્ડ એક્સ-ઓફિસિયો ડેપ્યુ઼ટી કમિશ્નર ફોર શેડયૂલ્ડ કાસ્ટસ એન્ડ શેડયૂલ્ડ ટ્રાઇબ્સ, ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા 1990માં પ્રકાશિત કમ્પેન્ડીયમ ઑન શેડયૂલ્ડ કાસ્ટસ એન્ડ શેડયૂલ્ડ ટ્રાઇબ્સ ઑફ ગુજરાત એન્ડ દાદરા એન્ડ નગર હવેલીના પાના-173 પર આવેલા પરિશિષ્ટ-9માં જણાવ્યા પ્રમાણે, ૧૯૮૫-૮૬માં અનુસૂચિત જનજાતિઓના ૧૩૬ અને અનુસૂચિત જાતિઓના 4 લાભાર્થીઓને જમીન ફાળવવામાં આવી હતી. ૧૯૮૬-૮૭, ૧૯૮૭-૮૮, ૧૯૮૮-૮૯ અને ૧૯૮૯-૯૦માં અનુસૂચિત જનજાતિઓના અનુક્રમે ૩૭૦, ૨૦૮, ૧૭૧ અને શૂન્ય લાભાર્થીઓને જમીન ફાળવવામાં આવી હતી. જ્યારે અનુસૂચિત જાતિઓના માત્ર બે લાભાર્થીઓને ૧૯૮૭-૭૭માં જમીન ફાળવવામાં આવી હતી અને ૧૯૮૮-૮૯ તથા ૧૯૮૯-૯૦માં અનુસૂચિત જાતિઓના એક પણ લાભાર્થીને જમીન ફાળવવામાં આવી નહોતી. ટૂંકમાં, ૧૯૮૫-૮૬થી ૧૯૮૯-૯૦ના પાંચ વર્ષના ગાળામાં માત્ર ૬ દલિત કુંટુંબોને જમીન ફાળવવામાં આવી હતી. ‘કોંગ્રેસનો હાથ, આમ આદમી કે સાથ'ના ઢંઢેરા પીટતી પાર્ટીએ એના શાસનકાળમાં દલિતોના ઉત્થાન માટે કેવો જબરજસ્ત પ્રયાસ કર્યો એની ગવાહી પૂરતા આ આંકડાઓ સત્તાવાર છે એ કહેવાની જરૂર ખરી ?

યાદ રહે, ૧૯૮૫થી ૧૯૯૦નો આ એ સમયગાળો હતો, જ્યારે ગુજરાતની ફાસીવાદી પ્રયોગશાળામાં દલિતો-આદિવાસીઓને મુસ્લિમો સામેના મલ્લયુદ્ધમાં ધરી હોવાની સંઘ પરિવારની રણનીતિ પૂરજોશમાં ચાલતી હતી. એવા સમયે કોંગ્રેસીઓ દલિતો-આદિવાસીઓના કલ્યાણ માટેની યોજનાઓનો અમલ કરવાને બદલે એમના ઘર ભરવામાં વ્યસ્ત હતા. કોંગ્રેસે દલિત-આદિવાસીઓની ઘોર ખોદી હવે ભાજપ એના પર માટી નાંખી રહ્યું છે, એ વાતમાં કોઈને શંકા છે?

ગુજરાતમાં કૃષિ જમીન ટોચ મર્યાદા કાનૂન હેઠળ કેટલી જમીન સરકારે સંપાદિત કરી અને કેટલી દલિત-આદિવાસી-બક્ષીપંચના ભૂમિહીન ખેડૂતોને વહેંચી એના સર્વગ્રાહી આંકડા અત્યાર સુધી આપણી પાસે ઉપલબ્ધ નહોતા. એનજીઓ પોતાની કામગીરીના અતિશયોક્તિપૂર્ણ વૃતાંતો તૈયાર કરવામાં વિશેષ સમય ફાળવતી હોય છે. છેલ્લા દસ વર્ષથી ગુજરાતના ગામડાઓમાં ચાલી રહેલા દલિતોના ભૂમિ સંઘર્ષમાં સક્રિયપણે સામેલ થયા પછી અમે ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા કાનૂન હેઠળ નવેમ્બર ૧૯૯૯ સુધીમાં થયેલી કામગીરીના આંકડા સરકારી તૂમારમાંથી ખોદી કાઢ્યા છે:

કલમ-૨૦ નીચે દાખલ થયેલા કેસોની કુલ સંખ્યા ૫૮,૨૪૩ અને આવરી લેવાયેલી જમીન ૧૨,૨૫,૮૭૧ એકર.
નિકાલ કરેલા કેસોની સંખ્યા ૫૭,૯૫૦ અને આવરી લેવાયેલી જમીન ૧૧,૭૮,૮૫૭ એકર.
નિકાલ બાકી કેસોની સંખ્યા ૨૯૩ અને જમીન ૪૬,૭૧૮ એકર.
ફાજલ કરેલી જમીન ૧,૮૧,૭૩૨ એકર. કુલ કેસ ૭૦૮૪.
સરકારે કબજે લીધેલી જમીન ૬૬,૯૦૩. કુલ કેસ ૧૩૫.

આ આંકડાઓનો અભ્યાસ કરતા જાણાય છે કે ૧૨ લાખ એકર જમીનમાંથી માત્ર ૧,૮૧,૭૩૨ એકર જમીન ફાજલ જાહેર થઈ. બાકીની ૧૦,૧૮,૨૬૮ એકર જમીન કાયદાની આંટીઘૂંટી અને છિંડામાંથી પસાર થઇને ટોચમર્યાદાના સકંજામાંથી છટકી ગઈ. સરકારે ફાજલ કરેલી ૧,૮૧,૭૩૨ એકરમાંથી ૬૬,૯૦૩ એકર જમીનનો તો સરકાર પોતે કબજો લઈ શકી નહી. બાકીની ૧,૧૪,૮૨૯ એકર જમીન દલિતોને માત્ર કાગળ પર મળી છે, એનો વાસ્તવિક કબજો એમની પાસે નથી.

દલિતોની ભૂમિસમસ્યા દલિત બૌદ્ધિકો, નોકરિયાતો કે દલિત સાહિત્યકારો માટે પણ નિસબતનો મુદ્દો નથી. દર વર્ષે સંસદીય સમિતિ અમદાવાદ આવે છે. એમાં પ્રવિણ રાષ્ટ્રપાલ, રતિલાલ વર્મા જેવા દલિત પ્રતિનિધિઓ હોય છે, પણ સમિતિ ક્યારેય દલિત ખેતમજૂરોના પ્રશ્નો હાથ ધરતી નથી. દલિત આંદોલનના એજન્ડા પર ચર્ચા થાય છે, પણ આંદોલન કોણ કરે? દલિત આંદોલન એટલે કારકૂનોનું, કારકૂનો દ્વારા કારકૂનો માટે ચાલતું આંદોલન કે બીજું કંઈ?

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ખેતીલાયક જમીનના રાષ્ટ્રીયકરણની માગ કરી હતી. શેડયૂલ્ડ કાસ્ટ ફેડરેશનના ઉપક્રમે તૈયાર કરેલા એમના આગવા બંધારણના મુસદ્દાની સૌ પ્રથમ માગણી આ જ હતી. આજે સંસદીય લોકશાહીમાં માનતો એક પણ રાજકીય પક્ષ ભૂમિસુધારાનું સળગતું લાકડું હાથમાં પકડવા તૈયાર નથી. બાબાસાહેબના એજન્ડાનો અમલ કરવાની ઘડી આવી છે, ત્યારે આંબેડકરવાદીઓ સત્તાની સીડી ચડવા કોંગ્રેસ-ભાજપ-શિવસેના સાથે સમાધાનો કરી રહ્યા છે એ જાણીને મારે હરખાવું કે રડવું?

(દલિત સમસ્યા પર' વિષય પર ચંદુ મહેરીયાની સંસ્થા 'અધિકાર'ના ઉપક્રમે મા.જે. પુસ્તકાલયના સભાગૃહમાં રજુ કરેલું વક્તવ્ય મઠારીને. વર્ષ 2007)





રવિવાર, 20 મે, 2012

ત્યારે એ નાલાયક પત્રકારડીઓ ક્યાં હતી



"માં ચોદામણાઓ, તમારો બાપ ગામડામાં ચામડા ચૂંથે છે ને તમે આંઈ આવું કરો? અમે તમારા બાપનું પૂતળું તોડ્યું નથી" આવા શબ્દો સાથે તા. 14-4-2011એ રાજકોટ માલવીયાનગરની પોલીસે ચાર મજલાના મહાત્મા ગાંધી છાત્રાલયમાં ઘૂસીને પરીક્ષાની તૈયારીમાં ગળાડૂબ દલિત વિદ્યાર્થીઓના રૂમોના બારણા, બારી, કાચ તોડીફોડીને, રૂમોમાંથી બહાર કાઢીને દંડા મારતા મારતા, તમામ માળોથી વિદ્યાર્થીઓને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાવીને સખત માર માર્યો. તેમના મોબાઇલ, લેપટોપ કચડી નાંખ્યા. નીચે ઇ-ટીવીનો કેમેરામેન ઉભો હતો, એને ધમકાવીને કહ્યું, "તારો કેમેરો બંધ કર", એટલે બિચારો પૂંઠ ફેરવીને ઉભો રહ્યો. વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઇ ગયા પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા અને એમના પર એફઆઈઆર દાખલ કરી. હાલ કેસ ચાલુ છે. હોસ્ટેલના હાઉસમાસ્ટરે સમાજ કલ્યાણ ખાતામાં રોજકામ (રીપોર્ટ) લખીને મોકલ્યો, તેમાં પોલીસે ભાંગફોડ કરેલી તમામ ચીજોની યાદીનું વર્ણન હોવા છતાં ફકીર વાઘેલાએ કોઈ પગલાં ના ભર્યા. રાજકોટના તમામ અખબારોએ દલિત વિદ્યાર્થીઓની કહેવાતી ગુંડાગીરીના વર્ણનો પાના ભરી ભરીને છાપ્યા. અમદાવાદ પાલડી પાસે વિશ્વ હિન્દુ પરીષદના ગુંડાઓએ બસ સળગાવી ત્યારે દલિત ડ્રાઇવર બસમાં બળીને ભડથું થયો હતો, ત્યારે આપણી ચોથી જાગીર ક્યાં ઉંઘતી હતી?

શુક્રવાર, 18 મે, 2012

દલિતો માટે કામ કરવાનો દેખાડો



5 ઓકટોબર, 2011એ DNA અંગ્રેજી દૈનિકની અમદાવાદ આવૃત્તિમાં છપાયેલ સમાચાર પ્રમાણે, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (એનએચઆરસી)એ 28 જેટલા ગંભીર અપરાધોના સંદર્ભમાં ચાર સપ્તાહમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ખુલાસો કરવા જણાવ્યું હતું. જોકે, ડીએનએના સંવાદદાતાએ એનએચઆરસીના આ કહેવાતા આદેશ અંગે કમિશનના કોઇ જવાબદાર વ્યક્તિનો સંપર્ક સાધ્યો નહોતો, પરંતુ એક એનજીઓએ આપેલી માહિતીના આધારે આવું લખ્યું હતું.
મુદ્દો એ છે કે એક વર્ષ પછી એનએચઆરસી અમદાવાદ આવે છે ત્યારે ફરી પાછું દલિતોને ન્યાય અપાવવાનું નાટક ચાલે છે. દલિતો માટે સરકાર, કમિશન, આ બધા કામ કરી રહ્યા હોવાનો કેવો દેખાડો ચાલે છે, એનો આ સુંદર નમૂનો છે.
પ્રસ્તુત છે 5 ઓક્ટોબર, 2011નો અખબારી અહેવાલ:
Labhu Rajapara, 42, a Dalit in Golasan village in Surendranagar district of Gujarat, had no idea that his son's love affair with an upper caste girl could wreak havoc on his entire family. Six people allegedly burnt his house in December 2010 and the family still has no place to live in.
On April 13 this year, Rajesh Parmar, 18, a Dalit boy originally from Bhavnagar, was reportedly abducted and found dead the next day on the railway tracks at Lathidad railway station. Barwala police (Ahmedabad district) sub-inspector is said to have spoken to the abductor, but nothing was done to save Rajesh. A case of accidental death was lodged later.
These are just two examples of atrocity and violation of human rights against Dalits from a list of 28 serious offences in which the police reportedly did not act. Considering the gravity of these cases, the National Human Rights Commission (NHRC) has asked senior police officers and state government officials to clarify their stand on the issue in four weeks.
The cases had been submitted to the NHRC by Navsarjan, a city-based NGO working for the betterment of Dalits. The commission chose 28 cases of serious crimes committed against Dalits. These cases include offences like murder, rape and kidnapping.
"We had sent these complaints to the commission in view of the gross human rights violation against Dalits. People from the community have to suffer a lot because of the atrocities; besides, criminal offences are also committed against them.
In the case of Labhu Rajapara, his son's love destroyed his whole family. The police were reluctant to lodge a complaint despite the fact that the whole house was burnt down," said Kantilal Parmar, state coordinator, Navsarjan.
These notices have been issued to the director-general of police (DGP), superintendents of police of Kutch, Surendranagar and Mehsana, and the state chief secretary.
When contacted, in-charge DGP Chittaranjan Singh said he was not aware of the development and passed the buck to additional director-general of police (ADGP) Deepak Swaroop. But Swaroop said he did not hold the charge anymore.

બુધવાર, 16 મે, 2012

ગાંધીનગરની કુલડીમાં માનવ અધિકારનો ગોળ


ગયા વર્ષે નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીઆર)ના ચેરપર્સન શાંતાસિંહાએ મને નાગપુરમાં કમિશનના હીયરીંગમાં ઑબ્ઝર્વર તરીકે ઉપસ્થિત રહેવાની તક પૂરી પાડી હતી. હીયરીંગ માટે કમિશનની પ્રોસીજર કંઇક આવી છે: કમિશન સૌ પહેલાં એક એનજીઓની નોડલ એજન્સી તરીકે પસંદગી કરે છે. આ નોડલ એજન્સી અન્ય એનજીઓ સાથે સંકલન કરીને બાળ અધિકારોના હનન સંબંધિત ફરિયાદો એકઠી કરે છે, એક ચોક્કસ ફોર્મેટમાં કેસ સ્ટડીઝ તૈયાર કરે છે અને કમિશનને મોકલે છે. કમિશન ફરિયાદોના સંદર્ભમાં સંબંધિત અધિકારીઓને સમન્સ પાઠવે છે. હીયરીંગની ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવે છે. એ તારીખે ફરિયાદીઓને હાજર રહેવા જણાવવામાં આવે છે અને અધિકારીઓ તેમના બચાવમાં જરૂરી કાગળો લઇને હીયરીંગમાં ઉપસ્થિત થાય છે. પાંચસો માણસોની હાજરીમાં ફરિયાદી પોતાની ફરિયાદ રજુ કરે છે, કમિશનના સભ્યો અધિકારીને લબડધક્કે લે છે અને લોકો એમનો ફજેતો તાળીઓના ગડગડાટથી વધાવી લે છે, ત્યારે થાય છે કે આ જ એ લોકશાહી છે, જેને આપણે ઝંખી રહ્યા છીએ. અધિકારીએ જે તે ફરિયાદ અંગે શું પગલાં લીધા તે જાહેરમાં જણાવવા પડે છે, પગલાં ના લીધા હોય તો તે લેવા માટે કમિશનના સભ્યો તેને તાકીદ કરે છે.

ગુજરાતમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને સવારે ગાંધી લેબર સંસ્થાનમાં અને બપોરે એનેક્સીમાં જે કર્યું તે આ અર્થમાં હીયરીંગ નહોતું. તે એક પ્રકારનો દરબાર ભરાયો હતો. દલિતો-એનજીઓના એક્ટિવિસ્ટો આવે અને ટાઇમ્સ ઑફ ઇન્ડીયા બીજા દિવસે લખે છે તેમ પોતાનું હ્રદય ઠાલવે. (Dalits poured their hearts out in hearing). ભારત સરકારનું આટલું મોટું કમિશન ખાલી ફરિયાદો એકઠી કરવા ગુજરાત આવે અને બીજા દિવસે અધિકારીઓ સાથેની બેઠક તો એટલી ગુપ્ત હોય કે પત્રકારોને ત્યાંથી કાઢી મુકવામાં આવે. તો પછી કમિશને ગાંધીનગરમાં જઇને કુલડીમાં ગોળ જ ભાંગ્યો એમ કહેવાય. અને મારે મારું હ્રદય ઠાલવવા કમિશનમાં જવાની ક્યાં જરૂર છે. એક કવિતા લખી નાંખું તો પણ હ્રદય તો ઠલવાઈ જશે. સમાજ કલ્યાણ ખાતાનો એક એવોર્ડ મળશે એ નફામાં. પણ, મારે ન્યાય જોઇએ છે. કમિશન પાસે અર્ધ-ન્યાયિક સત્તાઓ છે. એનો એણે ઉપયોગ કરવાનો છે, નાટક કરવાનું નથી. એનેકસીની મીટીંગમાં કમિશન સમક્ષ મેં આ વાત કરી, તેમની પાસે મારી વાતનો જવાબ નહોતો. એનસીપીસીઆરના હીયરીંગમાં ખરેખર દમ હોય છે. એટલે તો ચાર મહિના પહેલા એનસીપીઆરના નક્કી થયેલા હીયરીંગને અટકાવવા શ્રમ વિભાગના સચિવ પનીરવેલ, મુખ્ય સચિવ જોતી અને ફકીરભાઈ વાઘેલા, ત્રણે જણાએ મેડમ શાંતાસિંહાને અંગત પત્રો પાઠવીને કગરી કગરીને હીયરીંગ બંધ રખાવ્યું હતું. આ ત્રણેના પત્રો મારી પાસે છે. જાહેરમાં ડંફાશો મારનારી ગુજરાત સરકાર ખાનગીમાં કેવી કાકલૂદીઓ કરે છે એના એ સુંદર, કલાત્મક ઉદાહરણો છે.

કમનસીબે, એનેક્સીમાં એકઠી થયેલી ભીડમાં મોટાભાગના લોકો બીજા દિવસે અખબારોમાં પોતાના ફોટા આવે કે બે લીટી છપાય એનાથી કૃતકૃત્ય થવાની તૃષ્ણા ધરાવે છે. મારો સમાજ "લીડરશીપ સીન્ડ્રોમ"થી પીડાય છે, એવા લીડરો જેમને મોંમાથાનું ભાન નથી. એમને નિવેદનોની ચોકલેટો ખવડાવીને કમિશન નવી દિલ્હી રવાના થઈ ગયું. અને ગુજરાત સરકારે સચોટ પગલાં ભરવાની ખાત્રી ઉચ્ચારી છે. હસવું કે રડવું તે જ સમજાતું નથી.