કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 24 ડિસેમ્બર, 2014

ઇલેક્ટ્રિક શૉક



2019નો કોઈ દિવસ.
સ્થળ સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગનો ઓપીડી
દર્દી: સાહેબ, મને રાત્રે ઉંઘ નથી આવતી. કશું ગમતું નથી. ખાવાની ઇચ્છા થતી નથી. જીવવાની પણ ઇચ્છા થતી નથી.
સાહેબે એમના જૂનીયર ડોક્ટરને ઇશારાથી કબાટ બતાવ્યું. જુનીયર કબાટમાંથી ગીતાની ગોરખપુર પ્રેસમાં મુદ્રીત થયેલી ચોપડી લાવ્યો.
સાહેબ (ચોપડી દર્દીને બતાવતા): જુઓ, રોજ સવારે ઉઠીને આ ચોપડીના શ્લોકો વાંચજો. તમારું ડીપ્રેશન દૂર થઈ જશે.
દર્દી (સહેજ ખચકાતા): પણ, સાહેબ કોઈ ગોળી લેવાની જરૂર નથી?
સાહેબ: ના. સરકારે પરિપત્ર બહાર પાડી દીધો છે. હવે તમામ મનોરોગીઓને ગીતા વાંચવા માટે આપવાની છે.
દર્દી: સાહેબ, હું ખ્રિસ્તી છું. મને વાંચવા માટે બાઇબલ આપો તો ઠીક ના કહેવાય?
સાહેબ: ના. બાઇબલ વાંચનારા લોકોએ તો વિશ્વયુદ્ધો કર્યા છે. ગીતા વાંચનારા લોકો જ સારા અને સજ્જન કહેવાય.
દર્દી: ગીતામાં તો કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે એના જ સગાઓને મારી નાંખવાની. શું મહાભારત વિશ્વયુદ્ધ નહોતું?
સાહેબ (જુનીયર તરફ જોઇને): ઇલેક્ટ્રિક શૉકની તૈયારી કરો. આ દર્દીને શૉક આપવા પડશે.

સોમવાર, 22 ડિસેમ્બર, 2014

હાડકું




ચાર રસ્તા વચ્ચે એક હાડકું પડ્યું છે. ચાર કૂતરા હાડકું ચુસવા એકબીજા સાથે ઝગડી રહ્યા છે. એમાં એક કૂતરો સૌથી કદાવર છે. એ ભસતાં ભસતાં કહે છે, “આ હાડકું મારું છે. બે હજાર વર્ષથી હું એને ચુસું છું. એના પર મારો જ અધિકાર છે. તમે પરદેશી કૂતરા છો. તમે લાગ જોઇને આ હાડકું પડાવી લીધું છે. પરંતુ, હવે હું તમને ચૂસવા નહીં દઉં.  હાડકાને મારા ઘરમાં લઇ જઇને જ હું જંપીશ”