કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 29 નવેમ્બર, 2015

બંધારણને પાઠ્યુપુસ્તક બનાવો

1949ની એ પચીસમી નવેમ્બરે શુક્રવાર હતો. બંધારણસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદે સમગ્ર દિવસની કાર્યવાહીનું સમાપન કરતા જણાવ્યું કે આવતી કાલે શનિવારે સવારે દસ વાગે ડો. આંબેડકરની દરખાસ્ત પર આપણે સૌ મતદાન કરીશું અને ભારતનું બંધારણ પસાર કરીશું. બીજા દિવસે એટલે કે આજની તારીખે દેશના પ્રથમ રાષ્ટ્રપતિએ એમનું વક્તવ્ય પૂરું કર્યું ત્યારે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા જે ઇતિહાસમાં અમર થઈ ગયા. તેમણે કહ્યું, (અધ્યક્ષની આ) ખુરશીમાં બેઠા બેઠા અને રોજબરોજની કાર્યવાહીને નિહાળતા મને એ વાતની પ્રતીતિ થઈ કે મુસદ્દા સમિતિના સભ્યો અને ખાસ કરીને ડો. આંબેડકરે પોતાની નાદુરસ્ત તબિયત છતાં કવચિત જ જોવા મળતાં ઉત્સાહ અને નિષ્ઠાથી જે કામ કર્યું તે કોઈપણ વ્યક્તિ કરી શકી ના હોત. આ વાત એટલા માટે અહી કરી કે સંઘ પરિવારની નાગા બાવાઓની જમાત ભગવદગીતાને રાષ્ટ્રીય પુસ્તક ઘોષિત કરવા ચીપીયા ખખડાવી રહી છે અને રામાયણ-મહાભારત બાળકોને શાળાઓમાં ભણાવવાની માગણી કરી રહી છે. ખરેખર તો દેશનું બંધારણ કઈ રીતે ઘડાયું એના પાઠ ભણાવવાની જરૂર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો