કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 19 માર્ચ, 2012

દિવ્ય ભાસ્કરને પૂછવા જેવો સવાલ


સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓની લંપટલીલાની તસવીરો

27 ફેબ્રુઆરી, 2009ના દિવ્ય ભાસ્કરમાં નીચે મુજબના સમાચાર છપાયા હતા.



સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ: જૂનાગઢની મહિલાએ લાખોનો તોડ કરી લીધાની ચર્ચા



સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના સોરઠના બે અને રાજકોટ જિલ્લાના એક મંદિરોના સાધુઓની કામલીલા કેમેરામાં કેદ થઈ ગયાની ઊઠેલી વ્યાપક ચર્ચાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સાધુઓને વાસના સંતોષવા માટે યુવતીઓ પૂરી પાડનાર જૂનાગઢની એક નામચીન મહિલાએ કામલીલાના દ્દશ્યોની સીડીના બદલામાં વાસનાંધ સાધુઓ પાસેથી લાખોની રકમ ખંખેરી લીધાની ચર્ચા વચ્ચે આ પ્રકરણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું છે.



પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર સાથે ગાઢ ઘરોબો ધરાવનાર એક એડવોકેટનો એ મંદિરમાં ભારે દબદબો છે. એ એડવોકેટની આંગળી પકડીને એક નામચીન મહિલા એડવોકેટે સાધુ વર્તુળોમાં પગપેસારો કર્યોહતો.



આ નામચીન મહિલાના ગોરખધંધા આખું જૂનાગઢ જાણે છે. પોતાના આ આગવા વ્યવસાયમાં ભારે નિપૂણતા ધરાવતી આ મહિલાએ જૂનાગઢ જિલ્લાના છેક છેવાડાના નગરના સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સ્વામીના એક યુવાન અને ધર્મમાં જ આનંદ માનતા શિષ્યને તથા એજ મંદિરના કોઠારી સ્વામીના વિષ્ણુ અવતારનામધારી સમા શિષ્ય ઉપરાંત ગોંડલના સદા આનંદ પ્રમોદમાં રહેતા યુવાન સાધુને લપેટમાં લીધા હતા.


ત્રણે સાધુઓ માટે જૂનાગઢની બે અને ઊનાની એક દલિત યુવતીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનો ધર્મ ભૂલીને વાસનાના રસમાં ડૂબેલા ત્રણે સાધુઓએ એ પછી તો માઝા મૂકી દીધી હતી. અનેક વખત વાસનાના ખેલ ખેલાયા અને એ દરમિયાન યુવતીઓ પૂરી પાડનાર મશહુર મહિલાએ સાધુઓની નગ્ન કામલીલા કેમેરામાં કેદ કરી લીધી.

ઉપરોક્ત રીપોર્ટિંગમાં લખાયું છે કે, " ત્રણે સાધુઓ માટે જૂનાગઢની બે અને ઊનાની એક દલિત યુવતીની વ્યવસ્થા કરવામાં આવી હતી." કયા પુરાવાના આધારે આ રીપોર્ટ લખવામાં આવ્યો? સ્વામિનારાયણના આવા સાધુઓ લંપટ છે તે તો આખી દુનિયા જાણે છે, પરંતુ આમાં દલિત યુવતીને સંડોવવાની ક્યાં જરૂર હતી? આ રીપોર્ટ લખાયો ત્યારે દિવ્ય ભાસ્કરનો તંત્રી અજય ઉમટ હતા, જે હાલ ટાઇમ્સ ઑફ ઇન્ડીયામાં છે. હાલ દિવ્ય ભાસ્કરના તંત્રી પ્રણવ ગોળવેલકર છે. દલિતોએ પ્રણવભાઇને પુછવું જોઇએ કે, કયા પુરાવાના આધારે તમારા રીપોર્ટિંગમાં દલિત યુવતીને સંડોવી? તમારી નાતની જાતની, કોઈ વિપ્ર કન્યા, આબુ રોડ પર રહેતી કોઈ મારવાડી, રાજપુત જાતિની કન્યા પણ હોઈ શકે. શહેરામાં તાજેતરમાં દલિત યુવતી પર ભયાનક બળાત્કારો થયા, પોલિસ અને ભાજપના હોદ્દેદારો સંડોવાયા હતા, ત્યારે તો તમે દિવ્ય ભાસ્કરમાં થયેલા રીપોર્ટિંગમાં યુવતીની જાતિ છુપાવી હતી. તો આવા નાલાયક, લંપટ સાધુઓની કામલીલાના વૃતાંતોમાં દલિતોને ઘસડવાની શું જરૂર હતી




तमने आ मुद्दो महत्वनो लागे छे?
एक पत्र दिव्य भास्करना तंत्रीश्रीने अवश्य पाठवो



1 ટિપ્પણી:

  1. સવર્ણો અને ખાસ કરીને બ્રાહ્મણો દ્વારા થતા દલિત સ્ત્રીઓનાં યૌન શોષણનાં પૂરાવા વેદ-પૂરાણોના સમયથી લઈને દેવદાસી પ્રથા અને આજના આ સ્વામીનારાયણ સંપ્રદાયના લંપટ બાવાઓ લગી મળી રહે છે. ત્યારે દિવ્ય ભાસ્કરના આ રીપોર્ટમાં એ જ બ્રાહ્મણી શોષણનો ભોગ બનતી આ લાચાર ને ગરીબ સ્ત્રીઓ દલિત સમાજની હતી એ ઉજાગર થાય છે અને એટલે 'વર્ણાશ્રમ' ને 'અસ્પૃશ્યતા' ને સનાતની ધર્મ માનતા-મનાવતા આ બ્રાહ્મણો ઇન્દ્રિય-ઐહિક આનંદો ભોગવવા માટે કેટલી હદે દંભી ને લુચ્ચા થઇ શકે છે એ પુરવાર થાય છે. હિંદુ ધર્મ પાળતા લોકોને પોતાના ધર્મના બાવાઓ કેવા હલકટ છે એ જાણવાનો આ રીપોર્ટ નક્કર પુરાવો આપે છે. દલિતોનું અને દલિત સ્ર્ત્રીઓનું શોષણ આજે પણ ચાલુ છે એ બતાવતો આ રીપોર્ટ ખરેખર તો સ્ત્રી-સમાનતા અને સ્ત્રી-સશક્તિકરણના ખોખલા દાવા કરતા રાજ્ય, ધર્મ, ન્યાયાલયો, સમાજ , નારીવાદી સંસ્થાઓ વગેરેનાં મીંઢા મૌનને પણ ઉજાગર કરે છે. અલબત્ત એ વાત પણ સાચી કે જ્ઞાતિવાદી ને કોમવાદી એવા આ પત્રકારો ને આ પોલીસો સવર્ણોની 'આબરૂ' સાચવવા ચોરી-છીનાળવા કે એવા કોઈ પણ નૈતિક અધહપતનના કિસ્સાઓમાં એમની જ્ઞાતિ કે ધર્મને ઢાંકી રાખે છે ને દલિત કે મુસ્લિમોને ખુલ્લા પાડે છે.

    જવાબ આપોકાઢી નાખો