કુલ પૃષ્ઠ અવલોકનો

રવિવાર, 15 જુલાઈ, 2012

વશિષ્ઠ કે વિશિષ્ઠ?



દીપક સોલિયા "દિવ્ય ભાસ્કર"ના એડિટ પેઇજ પર "મુદ્દો એક તરફ, ધ્યાન બીજી તરફ" કોલમમાં લખે છે: "બહેનને કોઈ ઓળખતું નહોતું. એટલે ગેહના વિશિષ્ઠ જેવું નામ વિશિષ્ઠ નામ ધરાવતી આ બી ગ્રેડ ફિલ્મની અભિનેત્રીએ બિકીની પહેરી. એ ઉપરાંત શરીર પર ભારતીય રાષ્ટ્રધ્વજ પણ જરાક વીંટાળ્યો. પછી ફોટા પડાવ્યા. ફોટા લીક થયા. હોબાળો મચ્યો. ટોળાએ એની કારનો કાચ તોડ્યો. મોડેલ પર પથ્થર ફેંકાયો. એને કપાળે લોહી નીકળ્યું. આ ઘટનામાં પાછળથી એવી હકીકત બહાર આવી કે મોડેલના પીઆર મેનેજરે પ્રચાર માટે આખો ડ્રામા ઉભો કરાવ્યો હતો. હુમલાખોરોને દેકારો કરવા માટે પૈસા અપાયેલા. આખું શુટીંગ પ્લાનિંગ સાથે કરવામાં આવેલું. પૈસા લઇને નારાબાજી કરનાર શાંતાબાઈનું વિધાન છાપે ચડ્યું, "છોકરીનું પ્લાનિંગ બરાબર નહોતું. મને છેલ્લી ઘડીએ કહ્યું. પહેલેથી કહ્યું હોત તો મેં એમને બહેરામબાગમાં વધુ મોટા ટોળા સાથે આખો હોબાળો યોજવા કહ્યું હોત. એ વધુ સારી જગ્યા છે. ત્યાં એને સુપર પબ્લિસિટી મળી હોત."

તો, સાથીઓ, દીપક સોલિયાના આ વર્ઝનમાં તમને બિટ્વીન ધી લાઇન્સ કંઈ દેખાય છે? દીપકે છોકરીની અટક "વશિષ્ઠ" છે એ છુપાવ્યું. સ્વામિનારાયણના લંપટ બાવાઓની કામલીલાનો ચિતાર આપતી વખતે કોઇપણ જાતના પુરાવા વિના દલિત કન્યાને એ પ્રકરણમાં સંડોવનારું છાપુ બ્રાહ્મણ કન્યાની લંપટતાને કેવી રીતે છાવરે છે તેનો આ સાત્વિક પુરાવો છે. આ લેખનું નામ છે "ધ્યાન-એકાગ્રતા ફંટાવવાની કળા".

1 ટિપ્પણી: