આજે આઝાદીની
વર્ષગાંઠ નિમિત્તે પણ દિવ્ય ભાસ્કરે તેની ગંધાતી, બામણવાદી માનસિકતા બાજુ પર
મુકવાનું પસંદ કર્યું નહીં અને આદિવાસી-દલિતોની વિરુદ્ધમાં દિવ્ય ભાસ્કરના પાના પર
જાતિવાદી પેશાબ કરવાની શ્વાન-વૃત્તિ છોડી નહીં. અખબારે તેની કળશ પૂર્તિમાં છ
કોલમની ટોપ સ્ટોરી બનાવી. તેનું શીર્ષક છે, "સરકારની ધીમી
ગતિથી આઝાદી જરૂરી." તેમાં તમામ
પ્રકારની સફાઈઓ ઠોક્યા પછી "શા માટે બનાવી
રહ્યા છીએ આવડત વગરના એન્જિનિયર"માં અખબાર લખે છે
કે "આંધ્રપ્રદેશમાં
અનામતના કારણે 22 એસસી-એસટી
એન્જિનીયર ટેસ્ટમાં શૂન્ય ગુણ હાંસલ કરવા છતાં એડમિશન મેળવી શક્યા છે." દિવ્ય ભાસ્કર જાતિવાદી ઝેર ફેલાવવામાં સંદેશ અને ગુજરાત
સમાચારથી આગળ નીકળી ગયું હોવાની આપણે સતત નોંધ લઈ રહ્યા છીએ. આજની સ્ટોરી તેનો
લેટેસ્ટ પુરાવો છે.
અનામત પર આવેલા પછાતવર્ગના શિક્ષકોને કારણે સવર્ણ વિદ્યાર્થીઓને ખરાબ સંસ્કાર પડે છે, એવા સુપાર્શ્વ મહેતા ઉર્ફે સંજય વોરાના લેખને કારણે ડીસાના રખેવાળ અખબારના તંત્રીને એક દિવસ માટે સાબરમતી જેલમાં જવું પડ્યું હતું અને હાલ તેની સામેનો આપણો કેસ ચાલુ છે. સંજય વોરા હવે ગુજરાત સમાચાર છોડીને દિવ્ય ભાસ્કરમાં જોડાયો છે અને અખબારના એડિટ પાના પર તેની કોલમ શરૂ કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો