કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 19 જાન્યુઆરી, 2013

એ કોઈ નાણાવટીના દીકરા નથી


શિયાળાની ઠંડીમાં બદામ-કાજુનું વસાણું ખાતા ખાતા, રીલાયન્સમાં તેજી જોઇને ફુલાતા ગુજરાતીઓમાં પાકિસ્તાનને ગાળો બોલવાની ફેશન છે. કોઈ સહેજ બોલે કે, શાંતિ રાખો, યુદ્ધ આપણને ના પોસાય તો ભેગી એવા સેક્યુલરોને પણ મા-બહેનની ચોપડાવવાની. પહેલા તમારી વંશાવળી તપાસી જુઓ, તમારા બાપ-દાદા ક્યારેય સરહદ પર લડવા ગયા છે? મહાર બટાલીયન, ચમાર બટાલીયન, પંજાબના ચૂહડા, જે મઝહબી શીખ બન્યા એમની શીખ રેજિમેન્ટ ......આ બધા નામો સાંભળ્યા છે? હૈદરાબાદથી રજા લઇને ગામ આવેલા પેલા જવાને ગામના ચોતરે જુગાર રમતા મવાલીઓને ઠપકો આપ્યો અને તેના સીનામાં ગોળીઓ ધરબી દીધી, એ યુવાનનું નામ ખબર છે? ગામ ખબર છે? સરહદ પર લડનારા સૈનિકો આ દેશના આદિવાસી, દલિત, ગરીબ, ભૂમિહીન કિસાનોના દીકરાઓ છે. કોઈ નાણાવટીના દીકરા નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો