કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 25 માર્ચ, 2014

કાન્તિએ ચગાવ્યો કલ્પનાનો પતંગ



અમેરિકામાં ટોચનો એક ટકા વર્ગ એટલો ધનાઢ્ય છે કે સમગ્ર દુનિયાને દસવાર ખરીદી શકે તેટલી સંપત્તિ તેમની પાસે છે. આ વર્ગ કેવી રીતે જીવે છે એની કલ્પના આપણે કરી શકીએ એમ નથી. એક દ્રષ્ટાંત રજુ કરું છું. દિકરીની જન્મતારીખ નજીક આવે છે. બાપ તેને કહે છે, બેટા તને આ વખતે કઈ બર્થ ડે ગિફ્ટ આપું. દિકરી કહે છે, પાપા, મારે આ વખતે ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઉડવું છે. બાપે દિકરીને ચાર્ટર્ડ પ્લેન ખરીદીને આપેલું છે. દિકરી તેના ખાનગી પ્લેનમાં ફરી ફરીને કંટાળી ગઈ છે. હવે તેને અમેરિકાના આમ આદમીઓ સાથે પ્લેનમાં બેસવાની ઇચ્છા છે. હવે આ અમેરિકાના દિવાસ્વપ્ન લઇને જીવતા લોકો ભારતને ક્યાં લઈ જશે, જ્યાં વીસ કરોડ લોકો હજુ ભૂખે મરે છે
આ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે આજે દિવ્ય ભાસ્કરમાં કાન્તિ ભટ્ટ ન્યૂયોર્ક ટાઇમ્સને ક્વોટ કરીને લખે છે, જો મોદી ઉત્તર પ્રદેશમાંથી સારા પ્રમાણમાં બેઠકો લાવશે તો તે ચીનને પાછળ રાખીને વડાપ્રધાન તરીકે ભારતને નંબર વન આર્થિક સત્તા બનાવશે. અને પછી ન્યૂયોર્ક ટાઇમ્સનું થુંકેલું ચાટીને ગુજરાતના મહાન પત્રકાર કાન્તિલાલ કહે છે, એટલે જ મોદીએ ઉત્તરપ્રદેશની આઠ વખત મુલાકાત લીધી છે. અમેરિકન દ્રષ્ટિએ (અને મોદી જાણે છે) જો વડાપ્રધાન બને તો તેને ઉ.પ્ર. દેશમાંથી એક નવું અમેરિકા મળશે.
વાહ ભાઈ વાહ. કાન્તિએ કલ્પનાનો કેવો પતંગ ચગાવ્યો છે, છેક મિશિગન, ટેક્સાસ અને ઓહીયો સુધી ........

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો