કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

કોટડીના દલિતોનો સંઘર્ષ

YOUR FATHER IS NOT HERE TO PAY HIS DEBT,  MY FATHER IS NOT HERE TO COLLECT. 
 BUT, I AM HERE TO COLLECT  AND YOU ARE HERE TO PAY.

હંબગ શાસ્ત્ર, પુરાણ, વેદ
કાળ-કોટડીના કોઠા ભેદ

કોટડીના ઇતિહાસમાં પહેલીવાર ગામ
 વચ્ચેથી દલિતોની રેલી નીકળી
ચૌદમી નવેમ્બર, 2008એ બપોરે અગિયાર કલાકે કોટડીના મુઠ્ઠીભર દલિતોએ ગુજરાતના માનવ અધિકાર આંદોલનમાં એક નવો અધ્યાય લખ્યો. ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદથી 350 કિમી દૂર આવેલા કોટડી ગામે એક દાયકાની થકવી નાંખનારી સામાજિક-કાનૂની લડાઈના અંતે સ્વાભિમાનનો સૂરજ ઉગ્યો. દલિતોની ઠંડી તાકાતનો વિજય થયો.



કોટડીના બે ભડવીર સેનાનીઓ - રમેશ બાબરીયા (પેન્ટર)
 અને માવજીભાઈ જોગદીયા સાથે વાલજીભાઈ પટેલ (વચ્ચે)
આમ તો ગયા મહિને જ ગુજરાત હાઇકોર્ટે કોટડીના દલિતોની તરફેણમાં સીધો અને સ્પષ્ટ ચૂકાદો મેળવ્યો ત્યારે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે કોટડીના દલિતોને છેક 1999માં સરકારે ફાળવેલા બે એકર જમીનના પ્લોટ પર મકાનો બનાવતા હવે દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. પરંતુ, કપાસ પકવતા લાખોપતિ આહીર ખેડૂતોએ તાલુકા- જિલ્લાના હાડોહાડ દલિત-વિરોધી વહીવટીતંત્રની કૂમકથી દલિતોના પ્લોટની ફરતે કરેલી ભયંકર દબાણોની ભીંસને કઈ રીતે તોડવી એ પેચીદો પ્રશ્ન હતો

આ લોકોની જમીનની વળી માપણી કેવી ?’
બુદ્ધમ શરણમ ગચ્છામિ કહીને વિપશ્યના
જ કરવાની નથી, લડવાનું પણ છે
છેલ્લા બે વર્ષથી કાઉન્સિલના સતત માર્ગદર્શન હેઠળ અદાલતોમાં હડીયાપટ્ટી કરતા એડવોકેટ કરસનભાઈ રાઠોડ, ગામના હરામી, દાંડ તત્વોની ધમકીઓ ઘોળીને પી ગયેલા માવજીભાઈ જોગદીયા કે રાજુલામાં પેન્ટરનો વ્યવસાય કરતા રમેશ બાબરીયા અને વાલજીભાઈ પટેલ અને આ લખનાર સહિતના તમામ  કર્મશીલોએ હાઇકોર્ટના ચૂકાદા પછી કાળ-કોટડીના કોઠા કઈ રીતે ભેદવા તેનું મંથન શરુ કર્યું હતું. કેમ કે, છેક 1999માં દલિતોને જમીન ફાળવવામાં આવી ત્યારથી, આ લોકોની જમીનની વળી માપણી કેવી ?’, ‘આ લોકોએ તો ગામ ફાળવે ત્યાં રહેવા જવાનું એવી માનસિકતામાં રાચતા વહીવટીતંત્રની શાન ઠેકાણે લાવવાની હતી

અમરેલી જિલ્લો રાજ્યમાં સત્તાની ધૂરા સંભાળતા ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ રુપાલાનું માદરેવતન છે. છેલ્લા આઠ-આઠ વર્ષથી દલિતોને બે એકર જેવી મામૂલી જમીન આપવામાં ઠાગાઠૈયા કરતા વહીવટીતંત્રમાં બેઠેલા અધિકારીઓ સામે સ્થાનિક ભાજપી દલિત નેતાઓ મગતરાં સાબિત થયા હતા

એમના ભગવાન રામે એમને આ જ શીખવ્યું છે !
આજુબાજુના ગામોના દલિતો કોટડીની
લડતના સમર્થનમાં ઉમટી પડ્યા
6 નવેમ્બર, 2008એ ભાવિ કાર્યક્રમની રુપરેખા નક્કી કરવા અમે કોટડી ગયા અને દલિત બાંધવો આગળ હાઇકોર્ટના ચૂકાદાની વિગતો જણાવી ત્યારે વાસમાં ઉપસ્થિત તમામ ચાલીસ કુટુંબોના સર્વે જનોએ એક અવાજ કરેંગે યા મરેંગેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. હવે બેસી રહેવું નથી.

પથ્થરો પર બેસીને વક્તાઓને સાંભળતા બાળશ્રોતાઓ
વિચારતા હશે, હવે આપણા મકાનો જરૂર બનશે
છેલ્લે 2006માં આંબેડકર જયંતીએ મકાનો બનાવવાના નિર્ધાર સાથે દલિતો ફાળવાયેલી જમીન પર લાખ રુપિયા ખર્ચીને, દેવું કરીને, ગાડાં ભરીને પથ્થરો લાવેલા. એમાંના કેટલાય પથ્થરો ચોરાઈ ગયા હતા. પ્લોટ પર રામાપીરનું મંદિર બનાવેલું, એ પણ હરામખોરોએ તોડી નાંખેલું (એ હિન્દુઓ જ હતા, એમના ભગવાન રામે એમને આ જ શીખવ્યું છે !), પંચાયતના રેકર્ડ પરનો ને વર્ષો જૂનો રસ્તો એમના ખેતરોમાં અદ્રશ્ય થઈ ગયેલો અને દલિતોના પ્લોટ પર ધરાર નવો રસ્તો બનાવી દીધો હતો. હાઇકોર્ટના ચુકાદાએ ચોક્કસ દલિતોને બળ આપ્યું હતું. પરંતુ હજુ વહીવટીતંત્રનો કોલર પકડવાનો બાકી હતો.

લડતના સેનાનીઓનું સામૈયુ કરવા
સજ્જ દલિત કન્યાઓ
પાંચમી નવેમ્બરે દબાણવાળા સ્થળે જઇને અમે વીડીયોગ્રાફી કરી. બીજા દિવસે બપોરે અગિયાર કલાકે અમરેલીમાં કલેક્ટર ઝાલાવાડીયા સાથે પૂર્વનિર્ધારીત મીટિંગ હતી. અનુસૂચિત જાતિની સહકારી મંડળીઓની હજારો એકર જમીન મંડળીઓના દલિત સભ્યોની જાણ બહાર બારોબાર વેચી મારતા આ મંડળીઓના જ દલિત હોદ્દેદારોએ કરેલા કરોડોના કૌભાંડ અંગે કાઉન્સિલે માહિતી અધિકાર હેઠળ ચોંકાવનારી માહિતી એકત્ર કરી છે. સવર્ણોને વેચી મરાયેલી આ મંડળીઓના ખટારો ભરાય તેટલા વેચાણખતો કાઉન્સિલની કસ્ટડીમાં છે. મોદી સરકારે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાના કરેલા કાયદાનો લાભ લઇને આ મંડળીઓની જમીનો વેચવામાં આવી છે.

અનામતના લાભો લેનારા યાદ રાખે અમે 
હજુ આ હાલતમાં જ જીવીએ છીએ 
અમરેલી જિલ્લામાં આ તમામ વેચાણખતો રદ કરવામાં આવશે, એવી બાંહેધરી આપતાં ઝાલાવાડીયાએ જમીનો વેચનારા દલિતો જ છેને એવો વાજબી ટોણો માર્યો હતો. છઠ્ઠી નવેમ્બર સુધી કલેક્ટર કોટડીના પ્રશ્ન અંગે સહેજ નકારાત્મક હતા. જ્યારે કોટડીનો પ્રશ્ન તેમની સાથે ચર્ચ્યો ત્યારે તેમણે કહ્યું, કે એમને (દલિતોને) બીજી જગ્યાએ જમીન ફાળવવાની વાત થઈ ગઈ છે.

કલેક્ટરને દબાણોનો વિડીયો બતાવ્યો
એમણે કહ્યું, ન્યાયની લડતમાં અમે તમારી સાથે છીએ
જિલ્લાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રેમજી માધડનો હવાલો આપીને કલેકટરે કહ્યું કે, માધડ વૈકલ્પિક જગ્યા માટે સંમત છે. અને કોટડીના દલિતોએ પણ કાગળ પર લેખિતમાં બીજે જવા માટે સંમતિ આપી દીધી છે. ત્યારે વાલજીભાઈએ ઉગ્રતાથી કહ્યું કે, દલિતોને સરકારે જમીન આપી છે. અને ત્યાં મકાન બનાવવા એ એમનો હક છે. માવજીભાઈએ દલિતો બીજે જવા માટે સંમત છે તે વાતનો ઇનકાર કર્યો. તમે સ્થળ પર ગયા છો?એવા મારા પ્રશ્નના જવાબમાં કલેક્ટરે ડોકું નકારમાં ધુણાવ્યું ત્યારે મેં તેમને કોટડીના દબાણોનો વીડીયો બતાવ્યો અને સ્થળ પર જવા માટે આગ્રહ કર્યો હતો. આગામી ચૌદમી નવેમ્બરે અમે કોઇ પણ સંજોગોમાં કોટડી ખાતે મકાન બાંધકામનું ખાતમૂહૂર્ત કરીશું, એવી સ્પષ્ટ ચીમકી સાથે અમે કલેક્ટરની વિદાય લીધી હતી.

અધિકારનગરનું ખાતમૂહુર્ત કરતા
ટી. ડી. સોયંતર સાહેબ
 કલેક્ટરને મળ્યા પછી અમે માધડને મળ્યા, ત્યારે તેમણે કોટડીના પ્રશ્ને જે મત વ્યક્ત કર્યો, એ ભાજપમાં કાર્યરત નાના-મોટા તમામ દલિતોની માનસિકતાનો પડઘો પાડે છે. માધડે કહ્યું, કોટડીના દલિતો મારા સગાવહાલાં જ છે, પરંતુ તેમણે ગામ ફાળવે તે નવી જગ્યાએ જતા રહેવું જોઇએ, કેમ કે દબાણવાળી જગ્યાએ મકાન બનાવવાનો તેઓ આગ્રહ રાખશે, તો વાયોલન્સ થશે. દલિતોએ પોતાના હક્કો માટે લડવું નહીં, એવું ભાજપના દલિતોને ગળથૂથીમાં પીવડાવવામાં આવે છે. બિચારાં પ્રેમજી માધડ! સંઘ પરિવારની સામાજિક સમરસતા માટે દલિતોને બલિદાનની વેદી પર ચડાવવા તૈયાર હતા. કલેક્ટરને દલિતોના આખરી પગલાંની ચીમકી હોય કે ગમે તે કારણ હોય, જયારે અમે ડીડીઓ વિદ્યાર્થીને મળ્યા, ત્યારે તેમણે હાઇકોર્ટના ચુકાદાને માથે ચડાવીને જણાવી દીધું કે અમે (તંત્ર) દલિતોના મકાનના બાંધકામની આડે નહીં આવે. અમને ખબર છે. We don’t want to invite contempt of court.”

ઘરમાં અને બહાર બંને મોરચે લડાઈ,
માવજીભાઈના પત્ની 
ચૌદમી નવેમ્બરે રાજુલા તાલુકાના તમામ ગામડાઓમાં કોટડીનું રણશિંગુ ફુંકાય એ માટે એક પત્રીકા છપાવવાનું નક્કી કરવામાં આવ્યું. કોટડીના દલિતો કોઈ પણ સંજોગોમાં ચૌદમી નવેમ્બરે ખાતમૂરત કરશે તેવો અહેસાસ થતાંની સાથે જિલ્લાનું વહીવટીતંત્ર સફાળુ જાગી ગયું. બીજા જ દિવસે ડેપ્યુટી ડીડીઓ, મામલતદાર પોલીસ પાર્ટી લઈને કોટડી પહોંચી ગયા હતા. રાજુલાથી બે જેસીબી મશીન મંગાવીને દબાણો હટાવવાની કામગીરી શરુ કરાવવામાં આવી. વર્ષોથી સરકારી જમીન પર દબાવીને બેઠેલા દાંડ તત્વો સ્તબ્ધ થઈ ગયા ને દલિતો રાજીના રેડ. કોટડીના ઇતિહાસમાં આ પહેલીવાર બની રહ્યું હતું.

અમારું અધિકારનગર
ચૌદમી નવેમ્બરે કોટડી રીતસર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સમગ્ર તાલુકાની પોલીસે અહીં ધામા નાંખ્યા હતા. નિવૃત્ત કલેક્ટર ટી. ડી. સોયંતર સીત્તોતર વર્ષની ઉંમરે કોટડીના દલિતોની જાગૃતિને બિરદાવવા આવ્યા હતા. 2006માં ચૌદમી એપ્રિલે કોટડી ગામની વચ્ચેથી પ્રથમવાર જય ભીમના બુલંદ નારા સાથે દલિતોની રેલી નીકળી હતી એ પછી બીજી વાર ચૌદમી નવેમ્બર, 2008એ રેલી નીકળી. પ્લોટ પર આગલા દિવસે જ અધિકાર નગરનું બોર્ડ ઠોકી દેવામાં આવ્યું હતું. રેલી પ્લોટ પર આવીને સભાના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હતી. ગામેગામથી દલિતો કોટડી ઉમટી પડ્યા હતા. સૌના ચહેરા પર આનંદ છલકાતો હતો, કોટડીનો વિજય એમનો પોતાનો અંગત વિજય હતો

सिर्फ हंगामा खडा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है की यह सूरत बदलनी चाहिए


















       
                                   
























રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

ટુકડાઓની ફાળવણી શાંતિ નહીં આણે



ટુકડાઓની ફાળવણી શાંતિ નહીં આણે


  .................
વસતીના પ્રમાણમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને બજેટમાં નાણા ફાળવવાની પ્રક્રિયાના ભાગરૂપે 6 ડીસેમ્બર, 2010એ નવી દિલ્હીમાં નેકડોર, એનસીડીએચઆર, નેશનલ દલિત વુમન ફેડરેશન વગેરેના ઉપક્રમે ઇન્ડીયન સોશલ ઇન્સ્ટિટ્યૂટમાં તેરમી પંચવર્ષિય યોજના 2012-2017ના એપ્રોચ પેપર પર દલિત કન્સલ્ટેશન થયું. દેશભરમાંથી ઉપસ્થિત સોથી વધુ કર્મશીલોમાં જોકે ઝાઝેભાગે એનજીઓના લોકો હતા. કન્સલ્ટેશનની પ્રક્રિયામાં હજુ દલિત-આદિવાસી સમુદાયોની નેતાગીરી સામેલ થઈ નથી. આયોજન પંચના સભ્યો નરેન્દ્ર જાધવ અને પ્રો. માયરાએ કન્સલ્ટેશનમાં ઉપસ્થિતિ રહીને સૂચનોની ગંભીર નોંધ લીધી હતી એ એક નોંધપાત્ર બાબત હતી. ઉપરોક્ત કન્સલ્ટેશનમાં રજુ કરેલું પેપર.

 .......................

મિત્રો,


એક મહાન સભ્યતાના વારસદાર તરીકે હું મારો વિમર્શ આપણા પ્રાચીન ડહાપણના એક અદ્ભૂત સૂત્ર સાથે કરીશ:

નાસ્તિ અક્ષરમ્ અમંત્રમ્, નાસ્તિ મૂલમ્ અનૌષધમ્,
નાસ્તિ મનુષ્ય નિરર્થકમ્, યોજક: તત્ર દુર્લભ:

અર્થાત્, (આ સંસારમાં) એક પણ અક્ષર એવો નથી, જે મંત્ર ના હોય, એક પણ મૂળિયું એવું નથી, જે ઔષધ ના હોય, એક પણ મનુષ્ય એવો નથી, જે નકામો હોય. (પરંતુ તેમને યોજનારો) યોજક મળવો મુશ્કેલ છે.

હું ગુજરાતથી આવું છું. એક રાજ્ય, જેને કેટલાક લોકો વાયબ્રન્ટ કહે છે. હું તેને માઇગ્રન્ટ કહું છું. તે સ્થળાંતરિત મજુરોનું લોહી અને મજુરી ચૂસે છે. અહીં, એક લાખથી વધારે આદિવાસી બાળકો બીટી કોટનના ખેતરોમાં શોષાય છે, જાતિય રીતે પીંખાય છે. અમદાવાદમાં, અમારા વિકસતા મહાનગરમાં, દર મહિને સરેરાશ બે આદિવાસી મજુરો બાંધકામની સાઇટો પર હણાય છે. તાજેતરમાં, રાજ્ય સરકારે પરપ્રાંતના સ્થળાંતરિત મજુરોનો રેકોર્ડ રાખવાનો નિર્ણય કર્યો. આંતર-રાજ્ય સ્થળાંતરિત શ્રમિક કાનૂનના અમલ માટે નહીં, બલકે સ્થળાંતરિત મજુરો માંહેના કહેવાતા નક્સલ તત્વોને શોધી કાઢવા માટે. આ ખરેખર કરુણતા છે!

હું, હવે મુખ્ય મુદ્દા પર આવીશ. આપણે લોકો માટે, લોકોનું, લોકો દ્વારા આયોજન કરવા બેઠા છીએ. ગુંચવાડો એ છે કે આપણે જીયોડેસિક પ્લાનિંગની વાતો કરીએ છીએ અને આપણો સમાજ પીરામીડ જેવું માળખું ધરાવે છે. એક પ્રશ્ન અહીં એવો પણ પુછાય છે કે, લોકો શું ઇચ્છે છે તે કઈ રીતે જાણવું. માર્ટિન લ્યુથર કિંગ દ્વારા ઉત્કૃષ્ટપણે વ્યક્ત થયેલું અમેરિકી ડહાપણ આમાં આપણો પથપ્રદર્શક સિદ્ધાંત બની શકે: ‘‘હુલ્લડો નહીં સંભળાયેલા અવાજો છે’’ (રાયટ્સ આર વોઇસીસ ઓફ અનહર્ડ). આપણે આપણા કાન જમીન સરસા રાખીએ અને સાંભળીએ કે લોકો શું કહેવા માગે છે.

અમે નાવિન્ય ઝંખીએ છીએ. દાયકાઓથી છોકરીઓને દરજીકામની તાલિમ આપતી જરીપુરાણી, નકામી યોજનાઓ ચાલુ રહેલી આપણે જોઇએ છીએ. મારા રાજ્યમાં સમાજ કલ્યાણ વિભાગે હાસ્યસ્પદ રીતે કરોડો રૂપિયાનો ખર્ચ એક સરવે પાછળ કર્યો, માત્ર એટલું જાણવા માટે કે એસસી અને એસટી સમુદાયો કેવા પ્રકારનું કામ ઇચ્છે છે. નેટવર્કિંગના આ યુગમાં શું હજુ પણ એ પ્રતિપાદીત કરવા માટે સંશોધન કરવું પડશે કે, અમે સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ટેકનલોજીઝ શીખવા માગીએ છીએ?

આઝાદીના છ દાયકાઓએ આપણને શીખવ્યું છે કે પરિવર્તન માત્ર ને માત્ર લોક-લક્ષી આયોજનથી જ આવશે. આયોજન પંચ દ્વારા જારી કરાયેલી એસસીએસપી (શેડ્યૂલ્ડ કાસ્ટ સબપ્લાન) અને એસટીપી (શેડ્યૂલ્ડ ટ્રાઇબ પ્લાન)ની માર્ગદર્શિકા આ દિશામાં એક શરૂઆત છે. મારી સમસ્યા એ છે કે, જેને એસસી અને એસટી માટેના ભંડોળની ફાળવણી અને દેખરેખ રાખવાની કામગીરી સોંપવામાં આવી છે, એ નોડલ ડીપાર્ટમેન્ટ પોતે આ ભંડોળને અન્ય હેતુઓ માટે ડાઇવર્ટ કરી રહ્યું છે.

પ્રારંભથી જ નોન-ડિવિઝિબલ ઘટક માથાનો દુખાવો રહ્યું છે. હવે, આપણે (એટલે કે આયોજન પંચે) નક્કી કર્યું છે કે, મેગા પ્રોજેક્ટ સંભાળતા મંત્રાલયોના માથે એસસીપી અને એસટીપી માટે નાણા ફાળવવાની જવાબદારી નહીં રહે. મારા રાજ્યમાં નોન-ડિવિઝિબલ ઘટકનો સિંહભાગ સરદાર સરોવર યોજના દ્વારા વપરાઈ રહ્યો છે. ભવિષ્યમાં કલ્પસર યોજના આવશે, એક અત્યંત વિવાદસ્પદ મેગા-પ્રોજેક્ટ, કે જેના સંભવિત લાભો ઉગ્ર વિવાદનો વિષય બની શકે છે.

અમારી સંસ્થા કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિસે આરટીઆઈ એક્ટ હેઠળ એક દાયકાને આવરી લેતી ટનબંધ માહિતી એકત્રિત કરી. આ માહિતીના અભ્યાસ પરથી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે, કલેક્ટરો દ્વારા બોલાવાતી ટાસ્ક ફોર્સની તમામ બેઠકો માત્ર ઔપચારિકતા છે. કલેક્ટરો ટાર્ગેટ પૂરા કરવામાં ભાગ્યે જ રસ લેતા હોય છે. દરેક બેઠકનું માત્ર એક લીટી સાથે સમાપન થાય છે, ‘‘આગામી વર્ષે ટાર્ગેટ પૂરા કરવા માટે પગલાં ભરવામાં આવશે. આગામી વર્ષ ક્યારેય આવતું નથી!

બજેટમાં નિર્ણાયક ક્ષેત્રોની અવહેલના થાય છે અને મહત્વના ઉપ-ક્ષેત્રો (સબ-સેક્ટર્સ)ને નાણાથી વંચિત રાખવામાં આવે છે. આમ, જે ક્ષેત્રની સૌથી વધારે અવહેલના થાય છે એ ક્ષેત્ર સૌથી મહત્વનું છે. આ સંદર્ભમાં જમીન સુધારાને નિહાળવા જેવા છે. સમગ્ર દેશમાં, કદાચ, ગુજરાતનું કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિશ જ એકમાત્ર એવું સંગઠન છે, જેણે છેલ્લા દોઢ દાયકાથી ખેતી જમીન ટોચમર્યાદા કાનૂનના અમલ માટે સાતત્યપૂર્ણ જેહાદ જગાવી છે અને અમારો અનુભવ સૂચવે છે કે, ખેતી જમીન ટોચમર્યાદા કાનૂનનો અમલ કરવામાં રાજ્ય સરકારની નિષ્ફળતા જમીન સુધારાના ક્ષેત્રમાં નાણાની બિન-ફાળવણીમાં પ્રતિબિંબિત થાય છે.

એસસીમાં ડ્રોપ-આઉટનો ચોંકાવનારો દર કૌશલ્ય-આધારિત વિકાસને ગંભીરપણે અસર કરી રહ્યો છે. રાજ્ય સરકારોની અર્થહીન યોજનાઓ આ સમસ્યાને વધુ વકરાવી રહી છે. ગુજરાતમાં ખાધેપીધે સુખી એસસી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે ભણવા મોકલવાની યોજના પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે અને હજારો સ્થાનિક એસસી વિદ્યાર્થીઓ ગુણવત્તાવાળું શિક્ષણ ઝંખી રહ્યા છે. હું તમારા સૌનું ધ્યાન અમદાવાદમાં અમારા સંગઠન દલિત હક રક્ષક મંચે અમદાવાદ શહેરમાં હાથ ધરેલા એક સરવે તરફ દોરવા માગુ છું. સરવેની નકલ આ સાથે જોડેલી છે.

ભંડોળની ફાળવણી ઉપર કોઈ અંકુશ નથી એ એક મોટો મુદ્દો છે. રાજ્ય સરકારોએ એસસીપી\એસટીપી માટે માઇનોર કોડ્સ ખોલ્યા નથી. જો નક્કી કરેલા સમયગાળામાં ફાળવણીનો ઉપયોગ ના થાય તો, હેતુફેર થવાનું જોખમ રહેલું છે. આવા ડાયવર્ઝનમાં રાજ્ય સરકારોની રાજકીય જરૂરિયાતો મોટો ભાગ ભજવે છે. ગુજરાત રાજ્યમાં માથે મેલુ ઉપાડનારા વાલ્મીકિઓના પુન:સ્થાપન માટેના કરોડો રૂપિયા શાસક પક્ષના રાજકીય એજન્ટોના ખોળામાં રીતસર નાંખી દેવાયા.

અમારે દલિતોની અંતિમક્રિયા માટેની સત્યવાદી રાજા હરિશ્ચચંદ્ર મરણોત્તર સહાય યોજના કે કુવરબાઇનું મામેરું જેવી યોજનાઓ જોઇતી નથી. દરેક રાજ્યમાં એસસી-એસટી માટે અલગ આઇઆઇએમ, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ અમે ઇચ્છીએ છીએ. ટુકડાઓની ફાળવણી શાંતિ નહીં આણે. આ વર્ચ્યુઅલ યુગમાં કશુંક એક્ચ્યુઅલ અમારે જોઇએ.

-    રાજુ સોલંકી.



ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભાષણ


ગુરુવાર, 16 ફેબ્રુઆરી, 2012

'ડોઝિયર'  :  દલિત દસ્તાવેજીકરણ



દિલીપ ચંદુલાલ

૧૪મી ડિસેમ્બર, 1997એ જાતિ નિર્મૂલન સમિતિના ઉપક્રમે રાજુ સોલંકી સંપાદિત અંગ્રેજી ત્રૈમાસિક ’ડોઝિયર’ના વિમોચનનો કાર્યક્રમ પ્રો. અલ્વીના પ્રમુખપદ નીચે યોજાઈ ગયો. દલિત પ્રશ્નોને વાચા આપતા આ સામયિકનો મુખ્યત્વે હેતુ દલિત વ્યથા વિતકોના દસ્તાવેજીકરણનો છે.

વિમોચન પૂર્વે કાર્યક્રમનો આરંભ કરતા રાજુ સોલંકીએ જણાવ્યું કે ગુજરાત બહાર દેશભરમાં ગુજરાતના દલિત  પ્રશ્નો વિષે  માહિતી મળતી રહે અને ગુજરાતના દલિત આંદોલનોથી દેશસમસ્ત માહિતગાર રહી શકે તે મુખ્ય હેતુથી આ સામયિકનું માધ્યમ અંગ્રેજી રાખવામાં આવ્યુ છે.


મનીષી જાનીએ કાર્યક્રમનું પ્રથમ વક્તવ્ય આપતા જણાવ્યું કે સઘળાં પ્રસાર  માધ્યમોમાં આવેલ ક્રાંતિને કારણે માધ્યમ વાસ્તવિક દ્રશ્યોથી દૂર જતું જાય છે. ત્યારે ’ડોઝીયર’ વિશિષ્ટ હેતુસર પ્રસિદ્ધ થઈ રહ્યું છે એ આવકારલાયક, સંતોષપ્રદ અને આનંદદાયક ઘટના છે. આજે ભારતમાં ૨૦ કરોડનો મધ્યમવર્ગ વર્ચસ્વ ભોગવે છે અને તે બાકીના સમાજનું વરવું શોષણ કરે છે. આને કારણે દલિત પ્રશ્નો અને દલિત આંદોલનનો માધ્યમમાં કયાંય સ્થાન મળતું નથી. પછી એ વર્તમાનપત્રો હોય કે વિવિધ ચેનલો દ્વારા પ્રસારિત થતા દ્રશ્ય-શ્રાવ્ય સમાચારો, સિવાય કે બિહારમાં બનેલ દલિતોના મહા હત્યાકાંડ. આ સમયે ’ડોઝિયરે’ દલિત પ્રશ્નોના દસ્તાવેજીકરણનો જ ઉપક્રમ હાથ ધર્યો છે તે પ્રશસ્ય છે. તેમાં આંબેડકર અવમાનને પગલે પગલે ગુજરાત બંધની વિગતવાર વિગતો છે અને કતલખાના બિનલોકશાહી ઢબે બંધ રાખવા સામે થયેલ રીટ પીટીશનની વિસ્તૃત વિગતો. આ વિગતો કમનસીબે, આપણા કોઈ વૃત્તપત્રોમાં દૃષ્ટિગોચર થઈ નથી. આજથી દસ-પંદર વર્ષ ઉપર આપણા વર્તમાનપત્રોમાં તેને સ્થાન હતું, પણ આજે તે સમાચારો, હેવાલો,  વર્તમાનપત્રોમાંથી અદ્રશ્ય થયાં છે. આ સંજોગોમાં ’ડોઝીયર’નો પ્રયોગ આવકાર્ય છે જ નહીં, નિતાંત આવશ્યકતા છે. આના દ્વારા ગુજરાતની સાચી છબી ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં રજૂ થઈ શકશે.

વાલજીભાઈ પટેલ આ દોર ચાલુ રાખતા જણાવ્યું કે આજ સુધીમાં ઘણાં સામયિકો પ્રગટ થતા હતા અને થઈ પણ રહ્યા છે. મેં પણ ભૂતકાળમાં એ પ્રયત્ન ’દલિત મિત્ર’ દ્વારા કર્યો હતો, પણ દલિત આંદોલનને વાચા આપતું એક પણ સામયિક બહાર આવતું નથી, ત્યારે ’ડોઝીયર’નો આ દિશામાં પ્રથમ પ્રયાસ અને પ્રયોગ સારી નિશાની છે. સ્વાતંત્ર્ય પછી શોષણનું સ્વરૂપ બદલાયું છે અને પૂર્વસ્વાતંત્ર્ય કાળ જેવું જ દલિતોનું શોષણ આજે પણ અવિરત ચાલુ છે. તે કપરા કાળમાં પ્રતિકારાત્મક આંદોલનોને વાચા આપવાનું બીડું ’ડોઝીયર’ દ્વારા રાજું સોલંકીએ ઝડપ્યું છે. તે માટે તેઓ અભિનંદનના અધિકારી છે.
મારા મતે દલિત સાહિત્યના ચાર માપદંડો છે.
 
  • દુશ્મનોની ઓળખાણ – દલિત સાહિત્યની આ સૌથી પહેલી જવાબદારી છે, કર્તવ્ય છે.
  • આ દુશ્મનો કયાં કયાં છૂપાયેલા છે તેનો દલિત સાહિત્યે પર્દાફાશ કરવો પડશે.
  • આ દુશ્મનોનું કદ તેમણે સ્પષ્ટ કરવું પડશે.
  • આ દુશ્મનોને ખતમ કરવા સઘળા પ્રયત્નો કેન્દ્રીત કરી તેની તાકાત કેળવવી પડશે.

આવું દલિત સાહિત્ય આવતી કાલે રચાય તેવી કામના સાથે વિરમું છું. રાજુ સોલંકીએ દરમિયાનગીરી કરતા ભારપૂર્વક જણાવ્યું કે દુશ્મનની ઓળખ એ દલિત સાહિત્યનું ઉત્તરદાયિત્વ છે.

'ડોઝીયર'નું વિમોચન કરતાં અલ્વી સાહેબે મનીષીએ ધૂંધળી થતી જતી છબીની જે વાત કરી હતી તેને વિશદ કરતું વક્તવ્ય આપ્યું અને અમેરિકામા અશ્વેતોના થતા અનાદરની સાથે જોડી તેમણે જણાવ્યું કે આજે માધ્યમો દ્વારા માત્ર નખશિખ દુરસ્ત  લોકોનું જ ચિત્રણ થાય છે, જે ભારતની સાંપ્રત વાસ્તવિકતાથી વિપરીત છે તે સમયે ’ડોઝીયર’નું પ્રકાશન નવું પ્રભાત બની રહો.

'ડોઝીયર'માં કતલખાનાં બંધ રાખવા સામે થયેલ રીટની વિગતો અને આંબેડકર અવમાનનાના પગલે યોજાયેલ ગુજરાત બંધના વિશદ્ અહેવાલ ઉપરાંત ટેમ્પલ્ટન મેગેસેસે પારિતોષિક વિજેતા પાંડુરંગ આઠવલેના ગ્રંથ ’સંસ્કૃતિચિંતન’માંથી ’ચતુવર્ણવ્યવસ્થા’ ઉપરના તેમના જીર્ણમતવાદી વિચારોનાં ઉદ્ધરણો રજૂ કરતાં નોંધ્યુ છે કે આ વિચારો અત્યંત અતાર્કિક છે અને મૂર્ખ માણસ પણ આ બ્રાહ્મણવાદી વાત માથે ચડાવવા તૈયાર ના થાય. રીટ પીટીશનના વિભાગમાં કતલખાનાં બંધ કરવાના નિર્ણય સામે થયેલ ચાર પીટીશનો અને કોર્ટના મૌખિક હુક્મની તંતોતંત વિગતો આપી છે. એ જ રીતે ગુજરાત બંધ દરમિયાન દલિતો ઉપર પોલીસ અને સવર્ણો દ્વારા થયેલ અત્યાચારની વિગતો ઉપલબ્ધ છે, ગુજરાતનાં બીજા શહેરોની માહિતી નથી.

આજ દિન સુધી કોઈ વર્તમાનપત્ર કે સામયિકમાં આપણને આ માહિતી ઉપલબ્ધ થતી નથી. અને બન્ને ’ડોઝિયર’ના સબળ જમા પાસાં છે. આ ઉપરાંત ’વર્શીપીંગ ફૉલ્સ ગોડ’ના લેખક અરુણ શૌરીને રાજુ સોલંકીએ લખેલ પત્રનો પણ અંકમાં સમાવેશ થાય છે. આ પત્રના અંતભાગમાં રાજુ સોલંકી ચેતવણી ઉચ્ચારે છે કે ભૂતકાળમાં દલિતોના દેવોને તમે હમેંશા જલીલ કર્યા છે, પણ હવે દલિતો તેમના સાચા ભગવાન (બાબાસાહેબ આંબેડકર)ની અવમાનના સાંખી નહી લે. અને દલિતોની આ નવ્યશક્તિને તમે દેશની અનવસ્થાના ભોગે જ નજરઅંદાજ કરી શકશો. બીજા પત્રમાં રાજુ સોલંકીએ ભારત સરકાર દ્વારા બાબાસાહેબનાં પુસ્તકોના થયેલ હિન્દી અનુવાદોમાંથી વરવા અનુવાદોનાં દ્રષ્ટાંતો આપીને ભારત સરકારના સમાજકલ્યાણ ખાતાના મંત્રીને આ ભૂલો નવી આવૃત્તિમાં સુધારી લેવા વિનંતી કરી છે. સામયિકના આરંભમાં ત્રણ અંગ્રેજી કાવ્યો રજૂ થયાં છે અને કવિનું નામ દર્શાવ્યુ નથી એટલે અનુમાન છે કે તે ત્રણેય કાવ્યો રાજુ સોલંકીના જ હશે.

પ્રથમ કાવ્યમાં કાને જનોઈ ભરાવીને લઘુશંકા કરતી વ્યક્તિને લઘુશંકા કરતા શ્વાન સાથે સરખાવવામાં આવી છે. અને કવિતા હર્ષદ મહેતા અને ફુલનનું અસ્તિવ નોંધી ભારતમાં ઉપલબ્ધ આ ’સમાન તક’ની ઘટના બદલ ઉત્સવ મનાવવા આવાહન કરે છે. કવિતાના સામા પાને ’હરિજન’માં દર અઠવાડિયે દલિત ઉદ્ધારની વાત કરતા ગાંધીજીના લેખોની વાત કરી બાબાસાહેબના હિન્દુ હદયમાં ધરબાયેલી આ કરુણા વિષે આશ્ચર્ય પ્રગટ કરતા અવતરણની નીચે ગુજરાત વિધાપીઠના રામલાલ પરીખનું એ મતલબનું વાક્ય ટાંક્યુ છે કે દલિતોદ્ધાર એ અમારું નહીં પણ સરકારનું કામ છે. આ ઉદ્ધારણ સંનિધિમાં વ્યંજિત થતો કટાક્ષ છે.

આમ સમગ્ર રીતે ’ડોઝીયર’નો પ્રથમ અંક દલિત આંદોલન ગતિ આપવાની દિશામાં આશા જન્માવે છે તેમ જરૂર કહી શકાય. આ પ્રયત્ન તંદુરસ્ત અને બળવત્તર બની રહો તેવી આકાંક્ષા.

                                                                   (નિરીક્ષક, તા. ૧-૧-૯૮)






બુધવાર, 1 ફેબ્રુઆરી, 2012

ટોડા-સાંબરડા રેલી, 1989

વર્ષ 1989. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સાંબરડા ગામે તત્કાલીન કેન્દ્રીય પ્રધાન ભૈરવદાન ગઢવીના સ્વજનોના ત્રાસથી ગામના દલિતોએ સામૂહિક હિજરત કરીને પાલનપુરની કલેક્ટર કચેરીમાં ધામા નાંખ્યા. દલિતોને દોરવણી આપી એમટેકની ઉચ્ચ ડીગ્રી મેળવીને પ્રોફેસર બનેલા પ્રા. પાનાચંદ પરમારે. અને શરૂ થઈ એક ઐતિહાસિક લડત, જેણે ઉભો કર્યો અભૂતપૂર્વ લોકજુવાળ અને આવનારા દિવસોમાં કોંગ્રેસના મૂળીયા હચમચાવી નાંખ્યા. 
એ જ સમયે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામે યુવાન દલિત ભીખાભાઈ રૂડાભાઈ સાગઠીયાને લીમડાના ઝાડ નીચે ઉંધા માથે લટકાવીને તાપણુ સળગાવીને ઘાતકી રીતે મારવામાં આવ્યા. દલિતોએ ટોડા ગામેથી હિજરત કરીને કાલાવડના મેઘવાળ છાત્રાલયમાં આશ્રય લીધો. 



આ બંને ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. અમદાવાદમાં જાગૃત દલિતોએ રેલી કાઢી, જેને જાતિ નિર્મૂલન સમિતિના કર્મશીલોએ નેતૃત્વ પુરું પાડ્યું. સારંગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી નીકળેલી રેલીમાં બેનર પકડીને ઉભા છે સમિતિના યુવા કર્મશીલો રાજેન્દ્ર અને વસંત. વચ્ચે ઉભા છે મગનલાલ કોન્ટ્રાક્ટર અને તેમની સાથે છે ભીખાભાઈના પિતા સૌરાષ્ટ્રના પરંપરાગત વેશમાં. 


રેલીમાં ગામડેથી ઉઘાડા પગે દલિતો ઉમટી પડ્યા હતા. સૌ શિસ્તબદ્ધ રીતે રેલીમાં જોડાયા હતા. રેલીમાં સૌથી મોખરે જણાય છે જે. કે.ચૌહાણ, નગીનભાઈ પરમાર, જયંતી બારોટ, રાજુ સોલંકી અને નવનીત રાઠોડ (જેણે બામણવાદની બારાખડી શેરીનાટકમાં છનાભાઈ દાતણીયાનું અમર પાત્ર ભજવ્યું) 


ત્યારે ગુજરાતમાં ભાજપ વિરોધ પક્ષમાં હતો. તેના દલિત કાર્યકરો દલિત સમાજમાં ઉભા રહેવાની જગ્યા શોધતા હતા. રેલીમાં ભાગ લેવા રતીલાલ વર્માએ આયોજકોને વિનંતી કરતા કહેલું, અમે ભાજપના કાર્યકર તરીકે નહીં, દલિત તરીકે રેલીમાં આવવા માગીએ છીએ. સમિતિના કન્વીનર રાજુ સોલંકી તેમને લેવા માગતા નહોતા, પરંતુ, સાથી મિત્રોએ તેમને સમજાવ્યા અને છેવટે તેમને રેલીમાં જોડાવાની પરવાનગી આપવામાં આવી.   તસવીરમાં જોવા મળે છે ફકીરભાઈ વાઘેલા (હાલના સમાજ કલ્યાણ પ્રધાન) અને પાછળ છ ફુટના ડોકીયું કાઢતા સાંસદ રતીલાલ વર્મા. 




એ દિવસો હતા જ્યારે ફન્ડિંગ એજન્સીઓએ દલિત આંદોલને અભડાવ્યું નહોતું. દલિત યુવાનો કોઈ એનજીઓના પેઇડ વર્કર નહોતા. દલિત યુવાનો જુસ્સાના પ્રાણવાયુ પર શ્વસતા હતા. 
કેટલાક ઉગ્ર દલિત યુવાનો ધોકા, લાકડીઓ અને દંડા લઇને પણ આવી રેલીઓમાં જોડાતા હતા. એમના રસ્તામાં આવવાની કોઇની મજાલ નહોતી. 

ભરયુવાનીમાં મૃત્યુ પામેલા ધનસુખ કંથારીયા, જેમણે બામણવાદની બારાખડી શેરીનાટકમાં અનામતવિરોધી વેપારીની ભૂમિકા ભજવી હતી, તેઓ બેનર પકડીને ચાલી રહ્યા છે. તેમના પાછળ ચાલે છે વીતેલા વર્ષોના ફકીરભાઈઓ ....