ટુકડાઓની ફાળવણી શાંતિ નહીં આણે
.................
વસતીના
પ્રમાણમાં
અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને બજેટમાં નાણા ફાળવવાની પ્રક્રિયાના
ભાગરૂપે 6 ડીસેમ્બર, 2010એ નવી દિલ્હીમાં નેકડોર, એનસીડીએચઆર, નેશનલ દલિત
વુમન
ફેડરેશન વગેરેના ઉપક્રમે ઇન્ડીયન સોશલ ઇન્સ્ટિટ્યૂટમાં તેરમી પંચવર્ષિય
યોજના 2012-2017ના એપ્રોચ પેપર પર દલિત કન્સલ્ટેશન થયું. દેશભરમાંથી
ઉપસ્થિત સોથી વધુ
કર્મશીલોમાં જોકે ઝાઝેભાગે એનજીઓના લોકો હતા. કન્સલ્ટેશનની પ્રક્રિયામાં
હજુ દલિત-આદિવાસી
સમુદાયોની નેતાગીરી સામેલ થઈ નથી. આયોજન પંચના સભ્યો નરેન્દ્ર જાધવ અને
પ્રો.
માયરાએ કન્સલ્ટેશનમાં ઉપસ્થિતિ રહીને સૂચનોની ગંભીર નોંધ લીધી હતી એ એક
નોંધપાત્ર
બાબત હતી. ઉપરોક્ત કન્સલ્ટેશનમાં રજુ કરેલું પેપર.
.......................
મિત્રો,
એક મહાન
સભ્યતાના વારસદાર તરીકે હું મારો વિમર્શ આપણા પ્રાચીન ડહાપણના એક અદ્ભૂત સૂત્ર
સાથે કરીશ:
નાસ્તિ અક્ષરમ્ અમંત્રમ્, નાસ્તિ મૂલમ્ અનૌષધમ્,
નાસ્તિ મનુષ્ય નિરર્થકમ્, યોજક: તત્ર દુર્લભ:
અર્થાત્, (આ સંસારમાં) એક પણ અક્ષર એવો નથી, જે મંત્ર ના હોય, એક પણ
મૂળિયું એવું નથી, જે ઔષધ ના હોય, એક પણ મનુષ્ય એવો નથી, જે નકામો હોય. (પરંતુ
તેમને યોજનારો) યોજક મળવો મુશ્કેલ છે.
હું ગુજરાતથી આવું છું. એક રાજ્ય, જેને કેટલાક લોકો વાયબ્રન્ટ કહે છે.
હું તેને માઇગ્રન્ટ કહું છું. તે સ્થળાંતરિત મજુરોનું લોહી અને મજુરી ચૂસે છે.
અહીં, એક લાખથી વધારે આદિવાસી બાળકો બીટી કોટનના ખેતરોમાં શોષાય છે, જાતિય રીતે
પીંખાય છે. અમદાવાદમાં, અમારા વિકસતા મહાનગરમાં, દર મહિને સરેરાશ બે આદિવાસી મજુરો
બાંધકામની સાઇટો પર હણાય છે. તાજેતરમાં, રાજ્ય સરકારે પરપ્રાંતના સ્થળાંતરિત મજુરોનો
રેકોર્ડ રાખવાનો નિર્ણય કર્યો. આંતર-રાજ્ય સ્થળાંતરિત શ્રમિક કાનૂનના અમલ માટે
નહીં, બલકે સ્થળાંતરિત મજુરો માંહેના કહેવાતા નક્સલ તત્વોને શોધી કાઢવા માટે. આ
ખરેખર કરુણતા છે!
હું,
હવે મુખ્ય મુદ્દા પર આવીશ. આપણે લોકો માટે, લોકોનું, લોકો દ્વારા આયોજન કરવા બેઠા
છીએ. ગુંચવાડો એ છે કે આપણે જીયોડેસિક પ્લાનિંગની વાતો કરીએ છીએ અને આપણો સમાજ
પીરામીડ જેવું માળખું ધરાવે છે. એક પ્રશ્ન અહીં એવો પણ પુછાય છે કે, લોકો શું
ઇચ્છે છે તે કઈ રીતે જાણવું. માર્ટિન લ્યુથર કિંગ દ્વારા ઉત્કૃષ્ટપણે વ્યક્ત
થયેલું અમેરિકી ડહાપણ આમાં આપણો પથપ્રદર્શક સિદ્ધાંત બની શકે: ‘‘હુલ્લડો નહીં સંભળાયેલા અવાજો છે’’ (રાયટ્સ આર વોઇસીસ ઓફ અનહર્ડ). આપણે આપણા કાન
જમીન સરસા રાખીએ અને સાંભળીએ કે લોકો શું કહેવા માગે છે.
અમે નાવિન્ય
ઝંખીએ છીએ. દાયકાઓથી છોકરીઓને દરજીકામની તાલિમ આપતી જરીપુરાણી, નકામી યોજનાઓ ચાલુ
રહેલી આપણે જોઇએ છીએ. મારા રાજ્યમાં સમાજ કલ્યાણ વિભાગે હાસ્યસ્પદ રીતે કરોડો
રૂપિયાનો ખર્ચ એક સરવે પાછળ કર્યો, માત્ર એટલું જાણવા માટે કે એસસી અને એસટી
સમુદાયો કેવા પ્રકારનું કામ ઇચ્છે છે. નેટવર્કિંગના આ યુગમાં શું હજુ પણ એ
પ્રતિપાદીત કરવા માટે સંશોધન કરવું પડશે કે, અમે સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ટેકનલોજીઝ શીખવા
માગીએ છીએ?
આઝાદીના
છ દાયકાઓએ આપણને શીખવ્યું છે કે પરિવર્તન માત્ર ને માત્ર લોક-લક્ષી આયોજનથી જ
આવશે. આયોજન પંચ દ્વારા જારી કરાયેલી એસસીએસપી (શેડ્યૂલ્ડ કાસ્ટ સબપ્લાન) અને
એસટીપી (શેડ્યૂલ્ડ ટ્રાઇબ પ્લાન)ની માર્ગદર્શિકા આ દિશામાં એક શરૂઆત છે. મારી
સમસ્યા એ છે કે, જેને એસસી અને એસટી માટેના ભંડોળની ફાળવણી અને દેખરેખ રાખવાની
કામગીરી સોંપવામાં આવી છે, એ નોડલ ડીપાર્ટમેન્ટ પોતે આ ભંડોળને અન્ય હેતુઓ માટે
ડાઇવર્ટ કરી રહ્યું છે.
પ્રારંભથી
જ ‘નોન-ડિવિઝિબલ’ ઘટક માથાનો દુખાવો રહ્યું છે. હવે, આપણે (એટલે
કે આયોજન પંચે) નક્કી કર્યું છે કે, મેગા પ્રોજેક્ટ સંભાળતા મંત્રાલયોના માથે
એસસીપી અને એસટીપી માટે નાણા ફાળવવાની જવાબદારી નહીં રહે. મારા રાજ્યમાં ‘નોન-ડિવિઝિબલ’ ઘટકનો સિંહભાગ સરદાર સરોવર યોજના દ્વારા વપરાઈ
રહ્યો છે. ભવિષ્યમાં કલ્પસર યોજના આવશે, એક અત્યંત વિવાદસ્પદ મેગા-પ્રોજેક્ટ, કે
જેના સંભવિત લાભો ઉગ્ર વિવાદનો વિષય બની શકે છે.
અમારી
સંસ્થા કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિસે આરટીઆઈ એક્ટ હેઠળ એક દાયકાને આવરી લેતી ટનબંધ
માહિતી એકત્રિત કરી. આ માહિતીના અભ્યાસ પરથી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે,
કલેક્ટરો દ્વારા બોલાવાતી ટાસ્ક ફોર્સની તમામ બેઠકો માત્ર ઔપચારિકતા છે. કલેક્ટરો
ટાર્ગેટ પૂરા કરવામાં ભાગ્યે જ રસ લેતા હોય છે. દરેક બેઠકનું માત્ર એક લીટી સાથે
સમાપન થાય છે, ‘‘આગામી
વર્ષે ટાર્ગેટ પૂરા કરવા માટે પગલાં ભરવામાં આવશે. ‘આગામી વર્ષ’ ક્યારેય આવતું નથી!
બજેટમાં
નિર્ણાયક ક્ષેત્રોની અવહેલના થાય છે અને મહત્વના ઉપ-ક્ષેત્રો (સબ-સેક્ટર્સ)ને
નાણાથી વંચિત રાખવામાં આવે છે. આમ, જે ક્ષેત્રની સૌથી વધારે અવહેલના થાય છે એ
ક્ષેત્ર સૌથી મહત્વનું છે. આ સંદર્ભમાં જમીન સુધારાને નિહાળવા જેવા છે. સમગ્ર
દેશમાં, કદાચ, ગુજરાતનું કાઉન્સિલ ફોર સોશલ જસ્ટિશ જ એકમાત્ર એવું સંગઠન છે, જેણે છેલ્લા
દોઢ દાયકાથી ખેતી જમીન ટોચમર્યાદા કાનૂનના અમલ માટે સાતત્યપૂર્ણ જેહાદ જગાવી છે
અને અમારો અનુભવ સૂચવે છે કે, ખેતી જમીન ટોચમર્યાદા કાનૂનનો અમલ કરવામાં રાજ્ય
સરકારની નિષ્ફળતા જમીન સુધારાના ક્ષેત્રમાં નાણાની બિન-ફાળવણીમાં પ્રતિબિંબિત થાય
છે.
એસસીમાં
ડ્રોપ-આઉટનો ચોંકાવનારો દર કૌશલ્ય-આધારિત વિકાસને ગંભીરપણે અસર કરી રહ્યો છે.
રાજ્ય સરકારોની અર્થહીન યોજનાઓ આ સમસ્યાને વધુ વકરાવી રહી છે. ગુજરાતમાં ખાધેપીધે
સુખી એસસી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે ભણવા મોકલવાની યોજના પાછળ કરોડો
રૂપિયા ખર્ચાય છે અને હજારો સ્થાનિક એસસી વિદ્યાર્થીઓ ગુણવત્તાવાળું શિક્ષણ ઝંખી
રહ્યા છે. હું તમારા સૌનું ધ્યાન અમદાવાદમાં અમારા સંગઠન દલિત હક રક્ષક મંચે
અમદાવાદ શહેરમાં હાથ ધરેલા એક સરવે તરફ દોરવા માગુ છું. સરવેની નકલ આ સાથે જોડેલી
છે.
ભંડોળની
ફાળવણી ઉપર કોઈ અંકુશ નથી એ એક મોટો મુદ્દો છે. રાજ્ય સરકારોએ એસસીપી\એસટીપી માટે માઇનોર કોડ્સ ખોલ્યા નથી. જો નક્કી
કરેલા સમયગાળામાં ફાળવણીનો ઉપયોગ ના થાય તો, હેતુફેર થવાનું જોખમ રહેલું છે. આવા
ડાયવર્ઝનમાં રાજ્ય સરકારોની રાજકીય જરૂરિયાતો મોટો ભાગ ભજવે છે. ગુજરાત રાજ્યમાં
માથે મેલુ ઉપાડનારા વાલ્મીકિઓના પુન:સ્થાપન માટેના કરોડો રૂપિયા શાસક પક્ષના રાજકીય એજન્ટોના ખોળામાં
રીતસર નાંખી દેવાયા.
અમારે
દલિતોની અંતિમક્રિયા માટેની સત્યવાદી રાજા હરિશ્ચચંદ્ર મરણોત્તર સહાય યોજના કે
કુવરબાઇનું મામેરું જેવી યોજનાઓ જોઇતી નથી. દરેક રાજ્યમાં એસસી-એસટી માટે અલગ
આઇઆઇએમ, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ અમે ઇચ્છીએ છીએ. ટુકડાઓની ફાળવણી શાંતિ નહીં
આણે. આ વર્ચ્યુઅલ યુગમાં કશુંક એક્ચ્યુઅલ અમારે જોઇએ.
-
રાજુ
સોલંકી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો