"માં ચોદામણાઓ, તમારો બાપ ગામડામાં ચામડા ચૂંથે
છે ને તમે આંઈ આવું કરો? અમે તમારા બાપનું પૂતળું તોડ્યું નથી" આવા શબ્દો સાથે તા. 14-4-2011એ રાજકોટ માલવીયાનગરની
પોલીસે ચાર મજલાના મહાત્મા ગાંધી છાત્રાલયમાં ઘૂસીને પરીક્ષાની તૈયારીમાં ગળાડૂબ
દલિત વિદ્યાર્થીઓના રૂમોના બારણા, બારી, કાચ તોડીફોડીને, રૂમોમાંથી બહાર કાઢીને
દંડા મારતા મારતા, તમામ માળોથી વિદ્યાર્થીઓને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાવીને સખત
માર માર્યો. તેમના મોબાઇલ, લેપટોપ કચડી નાંખ્યા. નીચે ઇ-ટીવીનો કેમેરામેન ઉભો હતો,
એને ધમકાવીને કહ્યું, "તારો કેમેરો બંધ
કર", એટલે બિચારો
પૂંઠ ફેરવીને ઉભો રહ્યો. વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને લઇ ગયા પછી તેમને સારવાર
માટે હોસ્પિટલમાં મોકલ્યા અને એમના પર એફઆઈઆર દાખલ કરી. હાલ કેસ ચાલુ છે.
હોસ્ટેલના હાઉસમાસ્ટરે સમાજ કલ્યાણ ખાતામાં રોજકામ (રીપોર્ટ) લખીને મોકલ્યો, તેમાં
પોલીસે ભાંગફોડ કરેલી તમામ ચીજોની યાદીનું વર્ણન હોવા છતાં ફકીર વાઘેલાએ કોઈ પગલાં
ના ભર્યા. રાજકોટના તમામ અખબારોએ દલિત વિદ્યાર્થીઓની કહેવાતી ગુંડાગીરીના વર્ણનો
પાના ભરી ભરીને છાપ્યા. અમદાવાદ પાલડી પાસે વિશ્વ હિન્દુ પરીષદના ગુંડાઓએ બસ
સળગાવી ત્યારે દલિત ડ્રાઇવર બસમાં બળીને ભડથું થયો હતો, ત્યારે આપણી ચોથી જાગીર ક્યાં ઉંઘતી હતી?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો