કાર્બાઇન ગન |
થાનગઢમાં દલિત
બાળકોને .303 અને કાર્બાઇન ગનથી મારવામાં આવ્યા હતા. દલિતો વિરુદ્ધ પોલિસે કરેલી
એફઆઈઆરમાં આ બાબત નોંધવામાં આવી છે. એટલે સરકાર આનો ઇનકાર કરી શકે એમ નથી. જરા જુઓ
.303 અને કાર્બાઇન કેવી કાતિલ બંદુકો છે. .303નો તો ગુજરાતમાં વર્ષોથી ઉપયોગ થાય
છે. 1956ના મહાગુજરાત આંદોલન વખતે લાલ દરવાજાની કોંગ્રેસ કચેરીએ જ્યારે વિનોદ કિનારીવાલાનો
આ બંદૂકે જાન લીધો ત્યારે મોરારજી દેસાઈ બોલેલા, "ગોળીઓ પર સરનામા નથી હોતા." નવનિર્માણના આંદોલન વખતે ચીમન પટેલની સરકારે
105 નવલોહીયા ગુજુઓના જાન આ બંદૂકથી લીધેલા. એ વખતે પણ પોલિસ છાતીમાં ગોળીઓ મારતી
હતી.
હવે ત્રાસવાદીઓ સામે સાડા ચાર કિલોની અને મિનીટના વીસ રાઉન્ડ છોડતી .303
જરીપુરાણી થઈ છે. મુંબઇમાં કસાબ કાર્બાઇન લઇને આવ્યો હતો અને 166 મુંબઇગરાઓ લોહીના
ખાબોચીયામાં તરફડ્યા હતા. મુંબઈના આતંકી હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાનની સરહદે
આવેલા રાજ્યોને ઓટોમેટિક રાઇફલો આપવાનું નક્કી કર્યું હતું અને ગુજરાતમાં 2000
ઓટોમેટિક રાઇફલો આવી હતી. (જુઓ વધારે માહિતી માટે દિલિપ પટેલનો લેખ, ટાઇમ્સ મિરર,
તા. 3 ડિસેમ્બર, 2008.) ગુજરાતની પોલિસ થાનગઢમાં કસાબની જેમ જ વર્તી છે અને
કાર્બાઇન ગનથી દલિત બાળકોને રહેંસી નાંખ્યા છે. માત્ર 3.2 કિલોની કાર્બાઇન મિનીટના
650 રાઉન્ડ છોડે છે.
થાનગઢમાં નિશસ્ત્ર દલિતો પર વોટર કેનન, લાઠીચાર્જ, અશ્રુવાયુ
કશાંનો પ્રયોગ કર્યા વિના પોલિસે કાર્બાઇન ગન ચલાવી. દલિતો ભાજપમાં ચરી ખાતા, એસી
ગાડીઓમાં ફરતા, બેજવાબદારીથી ગંધાતા અને મોદી-ફલદુની પાછળ પાછળ કૂતરાની જેમ ફરતા એમના
પ્રતિનિધિઓને આ ચૂંટણીમાં હરાવીને સબક શીખવાડશે તો પણ થાનગઢના મૃતાત્માઓના આત્માને
શાંતિ મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો