આ ફોટામાં તમે જે
માણસને જમીન પર પડેલો જુઓ છો અને જેની આજુબાજુ પોલીસો ઘેરી વળ્યા છે, એ ગોગીયા હજુ
જેલમાં છે. ગોગીયા સીધોસાદો માણસ છે. એવું તો શું બન્યું કે
આવેશમાં આવી જઇને એ એકલો સામે ચાલીને પોલીસોના ટોળામાં પહોંચી ગયો.
એવું કહેવાય છે કે થાનગઢમાં ત્રેવીસ તારીખે જ્યારે પોલીસ કાર્બાઇન ગનમાંથી મોત વેરી રહી હતી અને
દલિત બાળકોની હત્યા કરી રહી હતી, ત્યારે ગોગીયાથી રહેવાયું નહીં. એ
એકલો દોડ્યો અને પોલીસના હાથમાંથી કાર્બાઇન ગન આંચકી લેવાનો પ્રયાસ
કર્યો. અને પછી જે બન્યું એ આ તસવીરમાં તમે નજરે જોઈ શકો છો. હાથમાં કાળો કોટ
પહેરીને અહીં જે ઉભો છે એ છે ડીએસપી હરિકૃષ્ણ પટેલ. 23મીએ બપોરે જે ફાયરિંગ
થયું એ આ હરિકૃષ્ણ પટેલના આદેશથી થયું છે. અને ભાજપ સરકારે કે પી
જાડેજા અને અન્ય ત્રણ પોલિસ કર્મચારીઓ સામે 302 દાખલ કરી છે. હરિકૃષ્ણ પટેલ
સામે દાખલ કરી નથી. લોકોનું ધ્યાન જાડેજા પર કેન્દ્રિત થયું છે, પરંતુ હરિકૃષ્ણ
પટેલ પણ બાળકોને મારવામાં એટલો જ દોષિત છે. એક લાખ લોકો એકઠા થયા પછી પણ થાનગઢના દલિત હત્યારા પકડાતા નથી, કેમ કે બીજી ઓક્ટોબરે પ્રગટેલા જુવાળને લણી લેવા સક્રિય બનેલા કોંગ્રેસના દલાલો આંદોલનને ખતમ કરી રહ્યા છે. થાનગઢના અત્યાચારોની રજુઆત કરવાના બહાને આ દલાલો નવી દિલ્હીમાં વિધાનસભાની ટિકિટો પાકી કરવા જઈ આવ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો