વણકર સમાજ ડોટ
કોમની વેબસાઇટની મુલાકાત લેતા જણાય છે કે તેમાં ભાજપ (અને કોંગ્રેસ)ના દલાલો
નેતાગીરી કરી રહ્યા છે. ગાંધીનગરમાં વણકર સમાજનો હોલ બનાવવા માત્રથી વણકરોનું
કલ્યાણ નહીં થાય. વણકર યુવાનો બેકાર છે. વર્તમાન સરકારે બેકલોગનું સત્યાનાશ કાઢી
નાંખ્યું છે. સરકારી નોકરીઓમાં આઉટસોર્સીંગ ચાલુ થયું છે. ખાનગી ક્ષેત્રમાં કોઈ પગ મુકવા દેતું નથી. કોઈ રતીલાલ વર્મા ભાજપમાં સાસંદ થઇને અડધો ડઝન પેટ્રોલ પંપના માલિક બની શકે છે, એવું નસીબ બધા દલિતોનું હોતું નથી. વૈશ્વિકરણ, ખાનગીકરણની
કોંગ્રેસ-ભાજપની સહિયારી આર્થિક નીતિઓએ વણકર સમાજનું અને સમગ્ર દલિત સમાજનું
નખ્ખોદ વાળ્યું છે. વણકરો તેમના કાંધીયા, દલાલ નેતાઓને ફગાવી દઇને બાબાસાહેબ આંબેડકરની
વિચારધારા અપનાવીને સમગ્ર દલિત સમાજને એક કરે તેવી નવા વર્ષે સૌને શુભેચ્છા. જય
ભીમ.
khub saras
જવાબ આપોકાઢી નાખો