કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 1 ફેબ્રુઆરી, 2013

મને ન્યાય કોણ અપાવશે?



દીકરાની લોહી નીંગળતી લાશ લઇને એક દલિત પિતા દોડતા દોડતા જાય છે, રસ્તામાં એને એક નેતા મળે છે. ખાદીના કપડાં, માથે સફેદ ટોપી, મોટું પેટ. પિતાએ નેતાનો હાથ પકડીને કહ્યું, ''મારો એકનો એક દીકરો .... જુઓ એની દશા.''

''હવે હું શું કરું? ચૂંટણીમાં તેં અમને વોટ ના આપ્યા. અમારી સરકાર સત્તા પર આવી હોત તો તને ન્યાય અપાવત,'' નેતાએ પિતાનો હાથ તરછોડતા કહ્યું. 

પિતા લાશ લઇને આગળ ચાલ્યા. આગળ એક મોટું ટોળું ચાર રસ્તા વચ્ચે એકઠું થયું હતું. સભા ચાલતી હતી. ''આપણે સાહેબને દિલ્હી મોકલવાના છે, તૈયાર થઈ જાવ.'' પિતાએ દીકરાની લાશ સ્ટેજ પર મૂકીને ટોળા સામે જોયું. ''અમારે તો ગાંધીનગર જવાનું છે. મુખ્યમંત્રીના સન્માન સમારોહમાં,'' એમ કહેતાં કહેતાં ટોળું વિખરાઈ ગયું.

પિતા થોડા આગળ ગયા. એક દીક્ષાદૂત ધર્મપરિવર્તનની પત્રીકા વહેંચતો હતો. ''ધર્મ પરિવર્તન કરી નાંખો. આ લોકોની ચુંગાલમાંથી છૂટી જાવ.'' દીક્ષાદૂતે પિતાના હાથમાં પત્રીકા પકડાવી દીધી. 

''મને ન્યાય કોણ અપાવશે?'' પિતા માથે હાથ દઇને લાશ પાસે બેસી ગયા.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો