કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

સૌરાષ્ટ્રના દરબારોને એક સંદેશ

ડો. બાબાસાહેબ આંબેડકર માત્ર દલિતોના નેતા હતા એવું સમજતા લોકોએ ભૂલાઈ ગયેલા ઇતિહાસનું એક પાનુ વાંચવાની જરૂર છે. આંબેડકરને દલિતોના ઉત્થાનના કાર્યમાં સૌથી મહત્વનો અને નક્કર ટેકો એ લોકો તરફથી સાંપડ્યો હતો, જેમના વારસદારો અત્યારે કદાચ થાનગઢ હત્યાકાંડ પછીના ધ્રુવીકરણમાં દલિતોની ન્યાયની લડતની વિરુદ્ધમાં રસ્તા રોકો આંદોલનો કરી રહ્યા છે. 

વાત છે ૧૯૩૦ની. જ્યારે લંડનમાં પ્રથમ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયેલા આંબેડકરે તેમના ડીપ્રેસ્ડ ક્લાસીસ ઇન્સ્ટિટ્યૂટની રચના માટે ભારતના રજવાડાઓને નાણાકીય મદદની ટહેલ નાંખી હતી. બાબાસાહેબની ટહેલના પ્રતિભાવમાં માત્ર કેટલાક મહિનાઓમાં સમગ્ર દેશના નામાંકિત રજવાડાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો, જેમાં ઇન્દોરના મહારાજાએ ૩૬૦ પાઉન્ડ, વડોદરાના મહારાજાએ ૧૫૦ પાઉન્ડ, બિકાનેરના મહારાજાએ ૧૦૦ પાઉન્ડ, કાશ્મીરના મહારાજાએ ૧૦૦ પાઉન્ડ, પતિયાલાના મહારાજાએ ૧૦૦ પાઉન્ડ અને આપણાં ધ્રાંગધ્રાના મહારાજાએ ૫૦ પાઉન્ડ આપ્યા હતા. નવેમ્બર ૧૯૩૧ના રોજ બહાર પડેલી સંસ્થાની બેલેન્સ શીટમાં આ વિગતો નોંધાઈ છે. સંસ્થાએ ૪૦,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકઠું કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. ટહેલના પ્રતિભાવમાં મળેલા દાન બદલ દાતાઓનો આભાર માનતા સંસ્થાના પ્રમુખ ડો. આંબેડકરે જણાવ્યું હતું કે "આ ઉદાર પ્રતિભાવ કરતા પણ વધારે ઉદાર પ્રતિભાવ ભવિષ્યમાં મળશે તેવી આશા છે." 

સૌરાષ્ટ્રના દરબારોએ વિચારવા જેવું છે કે તેઓ તેમના મહાન પૂર્વજોની સહિષ્ણતા અને ઉદારતા નેવે મૂકીને દલિત-વિરોધી વલણ અખત્યાર કરશે તો ઇતિહાસ તેમને માફ નહીં કરે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો