કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 17 એપ્રિલ, 2012

શું પસંદ કરશો, બિહાર મોડેલ કે ગુજરાત મોડેલ?


રણવીર સેના - બિહારે આપ્યો વિશ્વ હિન્દુ પરિષદનો વિકલ્પ


બિહારમાં ઉપલી સવર્ણ જાતિઓના જમીનદારોએ ભૂમિહીન દલિત ખેતમજદૂરોને કચડી નાંખવા બનાવેલી રણવીર સેનાએ બથાની ટોલા ગામે 1996માં મુખ્યત્વે સ્ત્રીઓ અને બાળકો સહિત કુલ 21 જણાની હત્યા કરી હતી. આ કેસમાં પુરાવના અભાવે હાઇકોર્ટે તમામ 62 આરોપીઓને 16મી એપ્રિલ, 2012એ છોડી મુક્યા છે. અગાઉ આરા સિવિલ કોર્ટના અધિક જિલ્લા અને સેશન્સ જજે આ પૈકીના 23 આરોપીઓને સજા ફરમાવી હતી. ભોજપુર જિલ્લાના સહાર બ્લોકના બથાની ટોલા ગામે માર્યા ગયેલા મોટાભાગના લોકો દલિત અને મુસ્લીમ હતા.

ગુજરાત કેટલું નસીબદાર, સમૃદ્ધ અને વાઇબ્રન્ટ છે. અહીં સવર્ણોએ રણવીર સેના બનાવવાની જરૂર જ નથી, અહીં વિશ્વ હિન્દુ પરિષદ સુંદર કામગીરી કરી રહી છે. દેવીપૂજકો, ઠાકોરો, રબારીઓ, દલિતો, આદિવાસીઓને હિન્દુત્વનો દારૂ પીવડાવીને, હાથમાં હથીયારો પકડાવીને મુસ્લીમો સામે લડવા સજ્જ કરે છે. દસ વર્ષમાં બિહારમાં જેટલી હત્યાઓ થાય એટલી ગુજરાતમાં માત્ર દસ દિવસમાં થઈ જાય છે. પછી દસ વર્ષ કેવી નિરાંત. વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત...

1 ટિપ્પણી:

  1. 'પછી દસ વર્ષ કેવી નિરાંત !'

    કેવો કરુણ કટાક્ષ છૂપાયો છે આ એકજ વાક્યમાં ! કોમી કે જ્ઞાતિ હુલ્લડો જે નિયમિત અંતરાલે ગુજરાતમાં અને ભારતના અન્ય શહેરો-ગામડામાં થાય છે અને ભવિષ્યમાં પણ થશે એની સાક્ષી પૂરે છે આ ઉદગાર. દલિતોને અને મુસલમાનોને જાણે એ ચેતવણી આપે છે કે : તમે તમારી મર્યાદામાં રહેજો, તમે દ્વિતીય કક્ષાના નાગરિક છો એ વાત કદી ભૂલી ન જતા ! અને તમે જ અમારું પાયદળ છો ઓ બહુજનો, ઓ દલિતો-આદિવાસીઓ, ઓ મુસલમાનો. તમારો જ ઉપયોગ એકબીજાની સામે અમે કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરવાના છીએ.

    આ દેશના બંધારણમાં આમેજ એવા મુદ્રાલેખ સમાન 'સમાનતા અને ભ્રાતૃભાવ' ના આદર્શોને ક્યારેય આત્મસાત કરશે આ ભારતનો નાગરિક?

    જવાબ આપોકાઢી નાખો