શું આ ગુલામ માનસિકતા નથી
? ટાઇમ મેગેઝીનમાં તસવીર છપાયા પછી મોદીએ હોર્ડીંગો બનાવડાવીને આપ્યા પોતાની જાતને અભિનંદન, |
નરેન્દ્ર મોદીના
પુસ્તક 'સામાજિક સમરસતા'ની કાલે અમે વાત કરી હતી. આ પુસ્તકનું પ્રથમ
પ્રકરણ છે: 'ડૉ. બાબાસાહેબ આંબેડકર: ક્રાન્તિકારી સમાજસુધારક'. તેમાં મોદી અગીયારમી સદીના દલિત શહીદ વીર
માયાના વખાણ કરતા કહે છે કે વીર માયાએ બે એકર જમીન નહોતી માંગી. અમે કહીએ છીએ
અમારા દલિત ભૂમિહીન ખેતમજુરોને તો બે એકર જમીન જ જોઇએ. તમારી સમરસતા ભાડમાં જાય.
આ પ્રકરણના
પાના-10 પર આગળ મોદી જે વાત લખે છે તે તેમને જ સંભળાવવા જેવી છે. સંઘના કટ્ટર
પ્રચારક લખે છે, "આજે પણ આપણામાં
ગુલામી માનસની પકડ એટલી મજબૂત છે કે આપણી શ્રેષ્ઠ બાબતો પણ અમેરિકા કે પશ્ચિમ
દ્વારા આવે તો જ આપણને ઉત્તમ લાગે છે. સ્વામી વિવેકાનંદને આપણે અમેરિકા થકી જ
સ્વીકાર્યા. આપણી યોગસાધનાનો મહામૂલો વારસો ધૂળ ખાતો પડ્યો હતો, પરંતુ પશ્ચિમ
દ્વારા યોગ ભારતમાં પરત આવ્યો તો મોડેમોટે હવે આપણે પણ નાક પકડતા થયા છીએ. એક સમાજ
તરીકે આપણા શ્રેષ્ઠત્વને લઇને જીવવાનો સ્વભાવ કેળવીશું તો નબળાઈઓ છોડવાની વૃત્તિ
આપોઆપ જાગવા માંડશે. આપણી આ માનસિક દુર્બળતાનું કારણ છે આપણે સ્વીકારેલી આયાતી
વિચારધારા, ગુલામીનું માનસ...."
અમેરિકાના ટાઇમ
મેગેઝીનના કવર પેઇજ પર નરેન્દ્ર મોદીનો ફોટો છપાવાથી એમના ચમચાઓમાં ખુશી જે લહેર
ફેલાઈ ગઈ હતી તે શું આ ગુલામ માનસિકતા નહોતી? મોદી અને એમના ભક્તજનો કેમ અમેરિકાના ટાઇમ
મેગેઝીન દ્વારા સ્વીકૃતિ મેળવવા આટલી બધી લાળ પાડે છે? આ એમની માનસિક દુર્બળતા નથી તો બીજું શું છે? અમેરિકાએ
નરેન્દ્ર મોદીને વીઝા આપ્યા નહોતા. કોઈ પણ સ્વાભિમાની વ્યક્તિ આવું મોટું અપમાન
સહન કઈ રીતે કરી શકે? મોદી થોડા સમય પહેલાં ચીન
ગયા હતા. તેમણે ચીનના દિવંગત નેતા માઓ ઝેડોંગ પાસેથી શીખવું જોઇએ. અમેરિકાએ પચીસ
સાલ સુધી રીપબ્લિક ઑફ ચાઇનાની સરકારને માન્યતા આપી નહોતી. માઓ ક્યારેય અમેરિકાના
પગ પકડવા ગયો નહોતો, પરંતુ ખુદ નીક્સન 1972માં ચીન જઇને માઓને મળ્યો હતો.
'TAMARI SAMRASTA JAY BHAADMAN.'
જવાબ આપોકાઢી નાખોyes, indeed. let us first have our means of livelihood which are rightfully ours as human beings.
what kind of SAMRASTA are you talking mr modi? to live in our own segregated compartments of caste and varna as a third class citizen without any human dignity and human rights?