1996માં ડો.
બાબાસાહેબ આંબેડકરના અંગ્રેજીમાં લખાયેલા અને મહારાષ્ટ્ર સરકારે છાપેલા ગ્રંથોના
ગુજરાતી અનુવાદની કામગીરી પુરજોશમાં ચાલતી હતી. કોલેજોના માસ્તરો અનુવાદો કરી
રહ્યા હતા અને તેમના રેઢિયાળ અનુવાદોના વેટિંગ (એડિટિંગ)નું કાર્ય એટલું કપરું
હતું કે કોઈ એ કામ હાથમાં પકડતું નહોતું. ત્યારે વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન
ટુ ધી અનચટેબલ્સ?, ફાયનાન્સીયલ સીસ્ટમ ઑફ ઇસ્ટ ઇન્ડીયા કંપની, પ્રોબ્લેમ ઑફ રૂપી
અને રીડલ્સ ઑફ હિન્દુઇઝમનું એડિટિંગ મારા હિસ્સે આવ્યું. વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી
હેવ ડન ટુ ધી અનચટેબલ્સ?નું ગુજરાતી કરતી વેળાએ ગાંધીની પાછળ "જી" શબ્દ ઉમેરવાનો ખાસ આગ્રહ મુખ્ય સંપાદક એમ. કે.
પરમારે રાખ્યો હતો. તેમનું કહેવું હતું કે ગુજરાતમાં ગાંધીની પાછળ "જી" શબ્દ લખવો પડશે. પછી, "કોંગ્રેસ અને ગાંધીજીએ અછૂતો માટે શું કર્યું?" એ શીર્ષકથી પુસ્તક
પ્રગટ થયું. તમારું આ બાબતમાં શું કહેવું છે વાચકજી?
if this is a matter about translating VOLUME NO. 9 (published by Govt of Maharashtra) which is titled as ' WHAT CONGRESS AND GANDHI HAVE DONE TO THE UNTOUCHABLES ' , then both the translator and the editor are duty-bound to literally follow the author's choice of words and not surrender to the sentiments of anybody else.
જવાબ આપોકાઢી નાખોઅહી હું આપ સૌ વાચકોને યાદ દેવડાવું કે ઉપરોક્ત અંગ્રેજી વોલ્યુમના 68માં પાને તથા તેના ગુજરાતી અનુવાદના 99-100 પાનાં પર આંબેડકરના પ્રતિનિધિત્વને પડકારતો ગાંધીનો એક ચબરાક ફકરો આવે છે જેમાંથી સંદર્ભ ચાતરીને ગાંધીવંદના રૂપે અને ગાંધીની વકિલાતમાં આપણા એક 'સવાઈ દલિત સાહિત્યકારે' આ અવતરણ ટાંકયું છે : ' હિન્દના સ્વરાજ્યની પ્રાપ્તિ માટે ય હું અસ્પૃશ્યોના મહત્વના હિત ન વેચું. ' ગાંધીના હૈયે અસ્પૃશ્યોના હિત સ્વાતંત્ર્યપ્રાપ્તિ કરતા વધારે અગત્યના હતા અને એ રીતે તેઓ આંબેડકર કરતા ય 'સવાયા દલિત પ્રતિનિધિ' હતા એ સાબિત કરવાના આશયે કરેલા આ વિધાનને આપણા આ 'સવાઇ દલિત સાહિત્યકાર' વ્યાપક પ્રચલન માટે મૂકી રહ્યા છે ત્યારે તેમનો ઇરાદો શો હશે ? અને દલિત સાહિત્યકારો આ પ્રકારનો આંબેડકર વિચાર દ્રોહ કરીને શું પ્રાપ્ત કરવા માગતા હશે ? મુખ્ય ધારાના ગુજરાતી સાહિત્યકારોની માન્યતા ? કે જેથી તેઓ 'ગાંધીવાદી'ની આદરણીય ટોપી પહેરીને આસાનીથી પાઠ્યપુસ્તકોમાં સ્થાન પ્રાપ્ત કરી શકે કે અકેડેમી-પરિષદોના એવોર્ડ પ્રાપ્ત કરી શકે ? દલિત સાહિત્યકારોના વૈચારિક અધ:પતનની ખતરનાક શરૂઆત થઈ ચૂકી છે ! હવે તો આરએસએસ -વીએચપી-બીજેપી જેવી હાડોહાડ જ્ઞાતિવાદ-વર્ણવાદમાં માનતી સંસ્થાઓના દલિત સભ્યો પણ 'દલિત સાહિત્યકાર ' રૂપે પોંખાઈ રહ્યા છે : આંબેડકરે સેવેલા જ્ઞાતિવિહીન-વર્ણવિહીન ભારતના સપનાને રોળી નાખવા કટિબદ્ધ થયેલા આ સૌને કોઈ રોકો !
જવાબ આપોકાઢી નાખોडा. आंबेडकर की मृत्यु के बाद से ही उनको समाजवाद विरोधी साबित करने के लिए कांग्रेस ने दलित लेखकों को लगा दिया था. इन दलित दलालों ने डा. आंबेडकर को मार्क्सवाद-विरोधी दिखाने में अपनी सारी ऊर्जा लगा दी. इ दलालों की किताबों को पढ़ कर ही दलितों की दूसरी पीढ़ी मार्क्स विरोधी के रूप में उभर कर आयी. यह तो भला हो, उस दलित उभार का, जिसने 90 के दशक में सरकार पर दबाव बनाया और डा. आंबेडकर की मूल रचनाओं के प्रकाशन का रास्ता साफ़ हुआ. तभी हमने जाना कि डा. आंबेडकर समाजवाद के सबसे प्रखर समर्थक थे. समाजवाद के प्रति उनके लगाव ने ही उन्हें बौद्ध धर्म की ओर आकृष्ट किया था. लेकिन अफ़सोस कि आज भी कांग्रेस के दलित दलाल डा. आंबेडकर को पूंजीवाद का देवता बनाने की मुहिम में लगे हुए हैं.
જવાબ આપોકાઢી નાખો