પ્રબોધ ચોકસી
આજે તો નેવુ ટકા
દાકતરો ઉજળિયાત વર્ગના છે. તેઓ તબીબી શિક્ષણ પર અંકુશ નિવિર્વાદ ધરાવે છે. તેમનાં
સંતાનોને તબીબી શિક્ષણમાં સીધી કે આડકતરી, સારી કે નરસી રીતે સહુથી વધારે તકો મળે
છે. એક જાણકાર મિત્ર અમદાવાદની કોલેજના એક ખ્યાતનામ ગાઇનેકોલોજીસ્ટની કથા કહેતા
હતા. તેમની ભત્રીજી સારા માર્કે એમ.બી.એસ.એસ. પાસ થઈ. થાય જ, કેમકે તેઓ પોતે જ
પરિક્ષક મંડળમાં. બહારના પરિક્ષકો પણ તેમને બંગલે ઉતરે, અને પાછા તેમના પ્રભાવ
સંબંધમાં. એટલે ફર્સ્ટ ક્લાસ કોઈ અશક્ય નહીં, તે ખ્યાતનામે એક મેડલ યુનિવર્સિટી
પાસે કઢાવ્યો.
અનુસ્નાતક કક્ષાએ
જે આગળ આવે તે વિદ્યાર્થીને તે મેડલ આપવાનો. હવે અનુસ્નાતક કક્ષાએ (એમ.ડી. કે એમ.એસ.)માં
માર્ક્સ કે વર્ગ હોતા જ નથી. માત્ર
પાસ-નાપાસ હોય છે. તો પછી આ મેડલ શા માટે?
છેવટે રસ્તો કાઢ્યો. એમ.બી.બી.એસ.ના માર્ક્સના આધારે આપવાનો! એટલે પોતાની
ભત્રીજીને મળે જ ને! આવા તો અનેક બખડજંતર તબીબી શિક્ષણક્ષેત્રે ચાલે છે. ખૂબ સાંકડા
વર્ગના હાથમા કે મુઠ્ઠીભર લોકોની મુઠ્ઠીમા તબીબી શિક્ષણ આવી ગયું છે. એ મુઠ્ઠીભર
લોકો રોજ હજારોની આવક કરે છે. રોજ હજારોની! પછી પૈસાનું શું કરવું? તે તેમનો
પ્રશ્ન હોય છે. જમીન, મકાન, શેર, સોનુ-ચાંદી, હીરા-ઝવેરાત, દુકાન, સગાવહાલા સાથે
વેપાર-ઉદ્યોગમાં ભાગીદારી. નાટક-સિનેમા-મહેફિલ, હોટેલ, રેસ્ટારાં, ઉદ્યોગપતિઓ આવા
તબીબો તરફ અદબથી જુએ છે. અદેખાઈ કરે છે. દાકતરો નવા મૂડીવાદના રાજા થઈ પડ્યા છે.
પણ ઇન્દ્રને ઋષિના તપની બીક લાગે. ક્યાંક મારું ઇન્દ્રાસન લઇ જશે તો? એટલે
શિક્ષણનું પ્રવેશજદ્વાર જ બંધ કરવાની કે
સાંકડા કરવાની યુક્તિ-પ્રયુક્તિઓ કરે છે.
'અનામત' વિરોધી આંદોલન જેતલપુરના ખૂન જેવું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો