કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

નગીનદાસ સંઘવીનું તડ અને ફડ એટલે માથા વિનાનું ધડ


તા. 12 ડીસેમ્બર, 2012એ "દિવ્ય ભાસ્કર"માં નગીનદાસ સંઘવી લખે છે, "ગુજરાતમાં 9-10 ટકા વસ્તી ધરાવનાર મુસલમાનોને ગુજરાતની વિધાનસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી અને તેમાં હિન્દુત્વ કે મોદીની જવાબદારી નથી. આજના ધોરણે ગણીએ તો વિધાનસભામાં 18-19 મુસલમાન ધારાસભ્યો હોય તો વિધાનસભાનાં અરીસામાં સમાજનું પ્રતિબિંબ પડ્યું ગણાય, પણ 1960 પછીની એકપણ વિધાનસભામાં મુસ્લિમોની  સંખ્યા પાંચથી વધી નથી અને ક્યારેક તો સમૂળી ગેરહાજરી પણ નોંધાઈ છે."

ગુજરાતના એક મૂર્ધન્ય, લબ્ધપ્રતિષ્ઠિત પત્રકાર નગીનદાસ સંઘવીના આવા આઘાતજનક, કોમવાદી વિચારો "તમારી મરજીના અખબાર" દ્વારા પીરસાઈ રહ્યા છે. સંઘવીને ગુજરાત વિધાનસભાના ઇતિહાસનું જ ભાન નથી. 1981માં માધવસિંહની સરકાર વખતે નવ ધારાસભ્યો મુસ્લિમ હતા. કેવા ગપ્પીદાસોની ગણતરી ગુજરાતના બુદ્ધિધનમાં થઈ રહી છે તેનો આ મોટો પુરાવો છે?  

નગીનદાસનો મોદી-પ્રેમ હવે અછાનો નથી, પરંતુ એમના પ્રેમમાં હવે જુઠ્ઠાણાની ભરમાર પણ ચાલી છે. તેઓ આગળ લખે છે, "નરેન્દ્ર મોદી પછાતવર્ગના પહેલા જ મુખ્યમંત્રી છે." સંઘવી માધવસિંહને પછાત ગણતા નથી. માધવસિંહ બારીયા કોમના, બક્ષી પંચના છે, જેના માટે સાર્થ કોશમાં"લૂંટારો" અર્થ આપવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો